અર્જુને જણાવ્યું કે તેણે ક્રિસમસ અને ન્યૂ યર માટે પરિવાર સાથે રજાઓ મનાવવાની યોજના બનાવી હતી, પરંતુ હવે બધું જ કેન્સલ થઈ ગયું છે. આ સાથે અર્જુને લોકોને ટેસ્ટમાં વિલંબ ન કરવા વિનંતી પણ કરી છે.
ટીવી એક્ટર અને રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 11’ સીઝન 11 ના વિજેતા અર્જુન બિજલાનીએ (Arjun Bijlani) તાજેતરમાં જ તેના ચાહકો સાથે શેર કર્યું હતું કે તે કોરોના સંક્રમિત થયા છે. ત્યારે હવે એ વાત સામે આવી છે કે અર્જુન બિજલાની કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો(Omicron Variant) રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અહેવાલો અનુસાર, અર્જુને કહ્યું કે આ વાયરસને કારણે તે તેના પુત્રને સૌથી વધુ મિસ કરી રહ્યો છે, કારણ કે તે તેને ગળે લગાવી શકતો નથી અને તેની સાથે રમી શકતો નથી. હાલ અર્જુન ડોક્ટરોની દેખરેખ હેઠળ આઈસોલેટ (Isolate) થયા છે. અર્જુને જણાવ્યું કે તેણે ક્રિસમસ અને ન્યૂ યર માટે પરિવાર સાથે રજાઓ મનાવવાની યોજના બનાવી હતી, પરંતુ બધું વ્યર્થ ગયું. એટલું જ નહીં, અર્જુને એ પણ ખુલાસો કર્યો કે તેની માતાનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ (Corona) આવ્યો છે.
ઓમિક્રોન ઘાતક નથી, પરંતુ…..
રિપોર્ટ અનુસાર, ઓમિક્રોન વિશે વાત કરતા અર્જુન બિજલાનીએ કહ્યુ કે, હું અત્યારે જે અનુભવી રહ્યો છુ,તેના વિશે લોકોને જણાવવા માંગુ છુ. કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન જીવલેણ નથી, હું 2-3 દિવસમાં સાજો થઈ જઈશ.જેથી મને નથી લાગતું કે આમાં ગભરાવાનું કોઈ કારણ છે, પરંતુ હા કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તે અગાઉના વેરિઅન્ટ કરતાં 3-4 ગણું ઝડપી છે. આ જ કારણ છે કે ઘણા લોકો એકસાથે સંક્રમિત થઈ રહ્યા છે.
અભિનેતાએ વધુમાં કહ્યું કે મને લાગે છે કે જો તમે સંપૂર્ણ વેક્સિન લગાવી છે, તમે તમારી યોગ્ય કાળજી લઈ રહ્યા છો અને મલ્ટીવિટામીન અને વિટામિન સી લઈ રહ્યા છો તો કોઈ સમસ્યા નથી. સાથે જ તેણે કહ્યુ કે, કોમોર્બિડિટીઝ ધરાવતા લોકોએ વિશેષ કાળજી લેવાની જરૂર છે.
* વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment