Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Thursday, 30 December 2021

ભારતનો 113 રને વિજય, ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકાના ‘ગઢ’ સેન્ચ્યુરિયનમાં મેળવી ઐતિહાસીક જીત

 


ભારતીય ટીમે (Team India) શાનદાર જીત સાથે પ્રવાસની શરુઆત કરી છે. આ સાથે જ ટીમ ઇન્ડિયા 1-0 થી ટેસ્ટ શ્રેણીમાં આગળ છે.


ભારતીય ટીમે (Team India) દક્ષિણ આફ્રિકા (South Africa) ને તેના જ ગઢમાં હરાવી ને ઇતિહાસ રચ્યો છે. સેન્ચ્યુરિયન (Centurion Test) દક્ષિણ આફ્રિકાની ટીમ માટે ગઢ માનવામાં આવે છે. જ્યાં પિચ થી લઇને તમામ પ્રકારનો માહોલ દક્ષિણ આફ્રિકાની ટીમ તરફ રહેતો હોય છે. અહી ભારતીય ટીમે (Indian Cricket Team) પ્રથમ વાર ટેસ્ટ મેચમાં જીત મેળવી છે. ભારતીય ટીમ ક્યારેય આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતી શક્યુ નથી એવામાં ટેસ્ટ સિરીઝનો પ્રારંભ વિજય સાથે થતા સ્થિતી હકારાત્મક બની છે. બુમરાહ (Jasprit Bumrah) , શામી (Shami) અને સિરાજ (Siraj) ની ત્રિપુટીએ જબરદસ્ત બોલીંગ વડે ભારતને જીત અપાવી છે.

લક્ષ્યનો પિછો કરતા આફ્રિકાના ઓપનર અને ટીમના કેપ્ટન ડિન એલ્ગરે (Dean Elgar) અર્ધશતક ફટકાર્યુ હતુ. તેણે 77 રનની ઇનીંગ રમી હતી. ચોથા દિવસે બીજા દાવની આફ્રિકાની બેટીંગની શરુઆતે પ્રથમ વિકેટ ઝડપવામાં શામીને સફળતા મળી હતી. એઇડન માર્ક્રમને (01) તેણે બોલ્ડ કર્યો હતો. ત્યાર બાદ કિગન પીટરસન (17) ને સિરાજે પંતના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો. ડુસેન (11) ને જસપ્રિત બુમરાહે ક્લિન બોલ્ડ કરી પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો. કેશવ મહારાજ (08) નાઇટ વોચમેનના રુપમાં આવ્યો હતો જેની વિકેટ ઝડપથી બુમરાહે બોલ્ડ કરીને મેળવતા ભારતીય ટીમ મજબૂત સ્થિતીમાં આવી ગયુ હતુ.

આજે 94 રના સ્કોર થી રમતને આફ્રિકા એ આગળ વધારતા કેપ્ટન એલ્ગર અને ટેમ્બા બાવુમા (34) એ સંઘર્ષની શરુઆત કરી હતી. પરંતુ એલ્ગરની વિકેટ બુમરાહે ઝડપતા જ ભારતની જીત જાણે કે પાક્કી બની ગઇ હતી. ક્વિન્ટન ડીકોકે પણ સંઘર્ષનો પ્રયાસ કર્યો હતો તેણે 21 રન કર્યા હતા. ત્યારબાદ વિઆન મૂલ્ડર (01) ની વિકેટ સિરાજે ક્લિન બોલ્ડ કરીને ઝડપ થી મેળી હતી.

બુમરાહ, શામી અને સિરાજની ત્રિપુટીનો તરખાટ

જસપ્રિત બુમરાહે આફ્રિકી કેપ્ટન એલ્ગરની વિકેટ ઉખાડી દીધી હતી. જે મેચ માટે મહત્વની વિકેટ હતી. એલ્ગર ભારતની આશાઓ પર ચિંતા દર્શાવવા લાગ્યો હતો એવા સમયે બુમરાહે સફળતા અપાવી હતી. તેણે 3 વિકેટ ઝડપી હતી. પ્રથમ ઇનીંગમાં પણ તેણે 2 વિકેટ ઝડપી હતી. શામીએ આફ્રિકાને શરુઆતનો પ્રથમ ઝટકો આપ્યો હતો. તેણે પ્રથમ દાવમાં 5 વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ બીજા દાવમાં પણ મહત્વની 3 વિકેટ ઝડપી હતી. સિરાજે ડીકોકને વિકેટ યોગ્ય સમયે મેળવી હતી તેણે 2 વિકેટ ઝડપી હતી. રવિચંદ્નન અશ્વિને અંતિમ બંને વિકેટ ઝડપી હતી. તેણે ઇનીંગમાં 2 વિકેટ ઝડપી હતી.

ભારતના પ્રથમ દાવમાં 327, બીજા દાવમાં 174

ભારતે પ્રથમ દાવમાં દેખાડેલી રમત બીજા દાવમાં નહોતી દર્શાવી. પરંતુ 130 રનની મળેલી લીડને લઇને ભારતે આફ્રિકા સામે 305 રનનો મુશ્કેલ ટાર્ગેટ રાખ્યો હતો. મોહમ્મદ શામીના પાંચ વિકેટના પ્રદર્શનને લઇને ભારતને પ્રથમ દાવમાં વિશાળ લીડ મળી હતી. આફ્રિકાની ટીમ પ્રથમ 197 રનના સ્કોપ પર જ સમેટાઇ ગઇ હતી. જોકે બીજા દાવમાં ભારતીય બેટ્સમેનોને માર્કો યેન્સેન અને કાગિસો રબાડા સામે પરેશાની થઇ રહી હતી. બંને એ ભારતીય બેટ્સમેનોને 174 રનમાં જ પેવેલિયન મોકલી દીધા હતા.

* વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો

Share:

0 Comments:

Post a Comment

Ads