સુશાસન દિને સીએમ ભૂપેન્દ્ર પટેલે વડોદરાને 184 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ અર્પણ કર્યા છે. આ સાથે 842 સ્ટ્રીટ વેન્ડરને લોન પણ આપવામાં આવી છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વડોદરાને 184 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી. તો કોરોના કાળમાં બેકાર થયેલા 842 સ્ટ્રીટ વેન્ડરને પગભર થવા લોન પણ આપવામાં આવી છે. VMC એ લક્ષ્યાંક કરતા 135 ટકા વધુ સિદ્ધી પ્રાપ્ત કરી હોવાની માહિતી પણ આ દરમિયાન સામે આવી છે. કોરોના વોરિયરના આશ્રિતોને 25 લાખ રૂપિયાની આર્થિક સહાય પણ મુખ્યપ્રધાનના હસ્તે આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રંજન ભટ્ટ, મેયર કેયુર રોકડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
જણાવી દઈએ કે અટલબિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તેના સુશાસન સપ્તાહની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે વડોદરા શહેર અને જિલ્લાને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપતા CM એ કહ્યું કે ગુજરાતના શહેરોમાં વૈશ્વિક કક્ષાની સુવિધા મળે અને જનસુખાકારી વધે એ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. શ્રદ્ધેય અટલજીએ કંડારેલા માર્ગ પર ચાલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને સુશાસનની પ્રતીતિ કરાવી છે.
* વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment