કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં રૂ. 49.36 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) આ દિવસોમાં ચૂંટણીના રાજ્યો, ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં અવારનવાર રેલીઓ અને જાહેર સભાઓ કરી રહ્યા છે. આ દરમિયાન, શાહ બુધવારે ગુજરાતમાં તેમના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરમાં 49.36 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ યોજનાઓનું (Various development schemes) લોકાર્પણ અને શિલાન્યાસ કરશે (Inauguration and Foundation Stone). જી હા જણાવી દઈએ કે આ કાર્યક્રમ બપોરે 1.20 કલાકે યોજાશે.
અમિત શાહના કાર્યાલયે ટ્વિટ કરીને લખ્યું છે કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર સંસદીય મતવિસ્તારમાં રૂ. 49.36 કરોડની વિવિધ વિકાસ યોજનાઓનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તો મંગળવારે શાહે ઉત્તર પ્રદેશના વારાણસીમાં સંકટ મોચન મંદિરમાં પ્રાર્થના કરી હતી. આગામી વર્ષની વિધાનસભા ચૂંટણી માટે ભાજપના પ્રચારના ભાગરૂપે શાહ ઉત્તર પ્રદેશમાં રેલીઓને સંબોધિત કરી રહ્યા છે.
* વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment