Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Wednesday, 29 December 2021

હળદરના વાવતેરમાં વધારો છતાં ઉત્પાદનમાં થયો ધરખમ ઘટાડો, શું રસોઈનો રંગ પડશે ફિક્કો ?

 


હળદરનું વાવેતર મરાઠવાડાના તમામ જિલ્લાઓમાં થાય છે.પરંતુ કૃષિ વિભાગનો અંદાજ છે કે હળદરના ઉત્પાદનમાં 50 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.


કમોસમી વરસાદ અને બદલાતા વાતાવરણના કારણે હળદરના (Turmeric) પાક પર કરપા રોગના કારણે પાકને મોટા પાયે નુકસાન થયું છે. જેની અસર હવે ઉત્પાદન પર જોવા મળી રહી છે. જ્યારે આ વર્ષે હળદરના વાવેતર ( Turmeric Farming) વિસ્તારમાં વધારો જોવા મળ્યો હતો. તેમ છતાં ઉત્પાદનમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે પણ વધુ વાવેતર વિસ્તારમાં વાવેતર થયું હતું. પરંતુ કૃષિ વિભાગ અનુમાન છે કે હળદર પર રોગો અને જીવાતો અને કમોસમી વરસાદના કારણે પાકમાં 50 ટકાનો ઘટાડો થયો છે.

હળદરનો હાલનો ભાવ કેટલો છે
જાન્યુઆરી માસમાં નવી હળદર બજારોમાં આવવાનું શરૂ થશે. જો કે વચ્ચે-વચ્ચે પડેલા કમોસમી વરસાદના કારણે આ પાકને માઠી અસર થઈ હતી. હળદરની આવકમાં ઘટાડો થવાના કારણે બજારમાં હળદરના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં સરેરાશ ભાવ ઉંચકાઇ રહ્યા છે. હળદર રૂ. 8,000 પ્રતિ ક્વિન્ટલ છે. તેથી આવનારી સીઝનમાં હળદરની ગુણવતા જોઈને તેના ભાવમાં વધારો થઇ શકે છે.

હળદરની કિંમત 50,000 રૂપિયા પ્રતિ એકર છે
હળદર એ નાના વિસ્તારમાં ઉગાડવામાં આવતો પાક છે પરંતુ હળદરના ગુણધર્મો પ્રમાણે તેની એક અલગ જ ઓળખ છે. વાવણીથી લઈને કાપણી સુધી હળદરની કિંમત 50,000 થી 60,000 રૂપિયા હોવાનો અંદાજ છે. જેમાં બિયારણની ખરીદી, રોપણી, ખાતર, લણણી બધી પ્રકિયા સામેલ છે. આ તમામ ખર્ચને ધ્યાનમાં રાખીને આ પાક પ્રતિ ક્વિન્ટલ 8,000 થી 9,000 રૂપિયામાં વેચાઈ છે. આ વર્ષે ઉત્પાદનમાં ઘટાડો થયો હોવા છતાં દરે ખેડૂતોને રાહત આપી છે.

ઉત્પાદનમાં ઘટાડો હોવા છતાં અપેક્ષિત દર પ્રાપ્ત થયો
આબોહવા પરિવર્તનને કારણે હળદરના ઉત્પાદનમાં ભારે ઘટાડો થયો છે, લગભગ 40 ટકા ઉત્પાદનને અસર થઈ છે.  ઉત્પાદન પ્રતિ એકર 12 થી 14 ક્વિન્ટલ પ્રતિ વર્ષ છે. પરંતુ આ વર્ષે ઉત્પાદનમાં થયેલા ઘટાડાને ભાવ વધારાથી સરભર કરી દેવામાં આવ્યો છે.ખેડૂતોને હવે અપેક્ષિત દર મળી રહ્યો છે.પરંતુ હવે જોવાનું રહેશે કે જાન્યુઆરીમાં નવી હળદનો બજારોમાં શું ભાવ મળે છે.

* વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો

Share:

0 Comments:

Post a Comment

Ads