આ સ્કીમમાં કાપડ, સ્ટીલ, ટેલિકોમ્યુનિકેશન, વાહનો અને ફાર્માસ્યુટિકલ્સ જેવા 13 મુખ્ય ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યાં છે.
ઉત્પાદન આધારિત પ્રોત્સાહક (PLI) યોજનાને ગેમ ચેન્જર તરીકે ગણાવતા, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે જણાવ્યું હતું કે તેનાથી દેશમાં રોકાણ આકર્ષવામાં અને ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદ મળી છે. PLI સ્કીમની જાહેરાત 2021-22ના બજેટમાં રૂ. 1.97 લાખ કરોડના ખર્ચની જોગવાઈ સાથે કરવામાં આવી હતી. આ સ્કીમમાં કાપડ, સ્ટીલ, ટેલિકોમ્યુનિકેશન, વાહનો અને ફાર્માસ્યુટિકલ્સ જેવા 13 મુખ્ય ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યાં છે.
યોજના દ્વારા ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન
નાણાપ્રધાન નિર્મલા સીતારામણે જણાવ્યું હતું કે ભારતે એવા રોકાણકારોને આકર્ષવા માટે યોજના બનાવી છે જેઓ અન્ય દેશો માટે એક જ સ્ત્રોત પર આધાર રાખ્યા વિના તેમની મૂલ્ય સાંકળને જાળવી રાખવા માટે ચોક્કસ ક્ષેત્રોમાંથી બહાર જવાની યોજના બનાવી રહ્યા છે.
તેમણે કહ્યું “આ યોજનાઓના પરિણામો ખૂબ જ સકારાત્મક છે, PLI યોજનાઓ મુખ્ય ક્ષેત્રો માટે બનાવવામાં આવી હતી.આ સ્કીમ અંતર્ગત અનેક પ્રોત્સાહનોની જાહેરાત કરવામાં આવી હતી. આનાથી તે ક્ષેત્રોમાં મોટા પાયે રોકાણ થઈ રહ્યું છે.”
નાણાપ્રધાન નિર્મલા સીતારામણે એમ.વી. કામત સેન્ટેનરી મેમોરિયલ લેક્ચર સિરીઝમાં જણાવ્યું હતું કે PLI સ્કીમની પ્રકૃતિ એવી છે કે તે મોટા પાયે કામ કરતા લોકોને લાભ આપે છે. આ સાથે તે સ્થાનિક બજારની માંગને પહોંચી વળવામાં અને વૈશ્વિક બજારમાં સરપ્લસ મોકલવામાં મદદ કરે છે.
વધુમાં તેમણે કહ્યું, ” આ સ્કીમ ઉત્પાદન અને નિકાસ બંનેને પ્રોત્સાહન આપે છે. તેથી મને લાગે છે કે PLI સ્કીમ ચોક્કસ ભૌગોલિક પ્રદેશોમાંથી ભારત જેવા દેશોમાં આવતા ઉદ્યોગોને આકર્ષવા અને સ્થાનિક અને નિકાસ બજારનો એક ભાગ બનવાના સંદર્ભમાં ગેમ-ચેન્જર સાબિત થઈ છે.”
PLI સ્કીમ શું છે?
PLI એટલે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ. આ સ્કીમ હેઠળ દેશની અંદર ઉત્પાદન વધારનારી કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ યોજના હેઠળ માત્ર વિદેશી કંપનીઓને જ નહીં પરંતુ સ્થાનિક કંપનીઓને પણ દેશમાં ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે.
કંપનીઓએ ઉત્પાદન વધારવા માટે રોકાણ કરવું પડશે, જ્યારે ઉત્પાદન વધવાની સાથે રોજગારીની તકો પણ વધશે. ઉત્પાદન વધારવાના આ ફાયદાઓને ધ્યાનમાં રાખીને સરકાર ઉત્પાદન વધારનારી કંપનીઓને પ્રોત્સાહનો આપી રહી છે. PLI સ્કીમ 5 વર્ષ માટે મંજૂર કરવામાં આવી છે.
* વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment