Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Wednesday, 5 January 2022

પશુપાલકો માટે 10 લાખ જીતવાની તક, સરકારે ડેરી ઉદ્યોગ માટે માગ્યા આઈડિયા

 


ડેરી મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સ્ટાર્ટઅપ ચેલેન્જ દ્વારા કોલ્ડ સ્ટોરેજ તૈયાર કરવા અને ગુણવત્તા સુધારવા જેવા પડકારો પર ખૂબ જ સક્રિય રીતે કામ કરવામાં આવી રહ્યું છે.


ભારતમાં ડેરી ઉદ્યોગ ઝડપથી વિકાસ કરી રહ્યો છે. સરકાર પણ તેને પ્રમોટ કરવા માટે પોતાના તરફથી પ્રયાસ કરી રહી છે. હવે સરકારે આ ક્ષેત્રમાં નવા સંશોધનો મૂકીને નફો વધારવા માટે ‘પશુપાલન સ્ટાર્ટઅપ ગ્રાન્ડ ચેલેન્જ’ની બીજી આવૃત્તિ શરૂ કરી છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેનો ઉદ્દેશ્ય પશુપાલન  અને ડેરી ક્ષેત્ર ને લગતી 6 મુખ્ય સમસ્યાઓના ઉકેલ માટે ઈનોવેટિવ આઈડિયા શોધવાનો છે.

ઈનોવેટિવ આઈડિયા માટે અરજીઓ મંગાવવામાં આવી છે

સરકારે સપ્ટેમ્બર 2019માં આ ચેલેન્જની પ્રથમ આવૃત્તિ શરૂ કરી હતી. આ અભિયાનની મદદથી સરકાર આધુનિક ટેક્નોલોજી પર કામ કરતા યુવા ઉદ્યોગપતિઓને પશુપાલન ક્ષેત્રમાં પ્રવેશવા માટે પ્રોત્સાહિત કરવા માગે છે. હવે પશુપાલન સ્ટાર્ટઅપ ગ્રાન્ડ ચેલેન્જની બીજી આવૃત્તિ માટે અરજી કરવાની છેલ્લી તારીખ મંત્રાલય દ્વારા 15 જાન્યુઆરી 2022 સુધી લંબાવવામાં આવી છે.

ડેરી મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સ્ટાર્ટઅપ ચેલેન્જ દ્વારા પ્રાણીઓની સંખ્યા વધારવા, ઓળખ માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ, દૂધનો પુરવઠો સુનિશ્ચિત કરવો, કોલ્ડ સ્ટોરેજ તૈયાર કરવા અને ગુણવત્તા સુધારવા જેવા પડકારો પર ખૂબ જ સક્રિય રીતે કામ કરવામાં આવી રહ્યું છે.

વિજેતાઓને 10 લાખનું ઈનામ

મંત્રાલયે આ સ્પર્ધામાં 6 ચેલેન્જ મૂક્યા છે. દરેક ચેલેન્જના વિજેતાને 10 લાખ અને રનર્સ અપને 7 લાખ રૂપિયા આપવામાં આવશે. આ સાથે મંત્રાલય વિજેતાઓને ત્રણ મહિના સુધી તાલીમ આપશે અને નવ મહિના સુધી તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખશે. આ સિવાય તે ઈનોવેટર્સના આઈડિયાને માર્કેટમાં લાવવાનું પણ કામ કરશે.

ઉમેદવારો આ પડકારો માટે અરજી કરી શકે છે

વીર્યની માત્રાના સંગ્રહ અને પુરવઠા માટે ખર્ચ, ટકાઉ અને વપરાશકર્તાને અનૂકુળ વિકલ્પ, પ્રાણીની ઓળખ (RFID) અને તેમની તપાસની ખર્ચ અસરકારક ટેકનોલોજીનો વિકાસ, હીટ ડિટેક્શન કીટનો વિકાસ ડેરી પશુઓ માટે ગર્ભાવસ્થા નિદાન કીટ, ગામ સંગ્રહ કેન્દ્રથી ડેરી પ્લાન્ટથી હાલની દૂધ સપ્લાય ચેઇનને સુધારવા, ઓછા ખર્ચે કુલિંગ અને દૂધની ચકાસણી અને ડેટા લોગર્સનો વિકાસ.

ઈચ્છુક ઉમેદવારો તેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. તેમજ તમે આ વિશે વધુ માહિતી મેળવી શકો છો.



સત્તાવાર સૂચના :  અહીં ક્લિક કરો

વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો


Share:

0 Comments:

Post a Comment

Ads