વિદેશ મંત્રી એસ જયશંકરે આ અઠવાડિયે તેમના અમેરિકન અને રશિયન સમકક્ષો સાથે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી.
વિદેશ મંત્રી એસ જયશંકરે આ અઠવાડિયે તેમના અમેરિકન અને રશિયન સમકક્ષો સાથે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. જયશંકર બંન્ને દેશો સાથે વિવિધ ક્ષેત્રોમાં આયોજિત મંત્રણા કરવા જઈ રહ્યા છે. અગાઉ તેઓ ભારત સાથે બંને દેશોના સંબંધોની સમીક્ષા કરી ચૂક્યા છે.
જયશંકરે મંગળવારે ટ્વીટ કર્યું હતું કે, સોમવારે રાત્રે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન સાથે તેમણે વિસ્તૃત વાતચીત કરી હતી. વાતચીતમાં વર્તમાન દ્વિપક્ષીય મુદ્દાઓ, ઈન્ડો-પેસિફિક અને વૈશ્વિક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા.વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, આ દરમિયાન બંને નેતાઓ દ્વારા નવા વર્ષની શુભેચ્છાઓનું આદાનપ્રદાન થયું હતું. બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે આ ચર્ચા એવા સમયે થઈ છે જ્યારે ભારત અને અમેરિકા વિદેશ અને રક્ષા મંત્રીઓના સ્તરે ‘ટુ પ્લસ ટુ’ મંત્રણાના આગામી તબક્કાની તૈયારી કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ‘ટુ પ્લસ ટુ’ વાટાઘાટ આ મહિનાના અંતમાં અથવા ફેબ્રુઆરીમાં વોશિંગ્ટનમાં થઈ શકે છે. આ સંવાદ ઈન્ડો-પેસિફિક સહિત અનેક મુખ્ય ક્ષેત્રોમાં અને સંરક્ષણ સંશોધન અને ઉત્પાદન ક્ષેત્રે સહકારને માર્ગદર્શન આપવામાં મદદ કરશે.
રશિયન વિદેશ મંત્રી સાથે કરી વાત
તે જ સમયે, જયશંકરે અન્ય એક ટ્વિટમાં કહ્યું, ‘આજે સાંજે રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવ સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપલે કરી. વાર્ષિક પરિષદ અને ‘ટુ પ્લસ ટુ’ મીટિંગ પછી થયેલી પ્રગતિની ચર્ચા કરી. સતત સંપર્ક જાળવવા માટે સંમત થયા હતા.’ રશિયન દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય પક્ષ દ્વારા શરૂ કરવામાં આવેલી ફોન વાતચીત દરમિયાન, લવરોવ અને જયશંકરે ભારત-રશિયા સમિટના પરિણામોને અનુસર્યા હતા. દ્વિપક્ષીય સહયોગના વ્યવહારિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
આ મુદ્દાઓ પર ચર્ચા
દૂતાવાસના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બંને મંત્રીઓએ અર્થતંત્ર અને રોકાણ, પરમાણુ ઉર્જા, અવકાશ, ઉચ્ચ ટેકનોલોજી અને આરોગ્યસંભાળના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી સંબંધોને મજબૂત બનાવવાના તેમના ઇરાદાને મજબુત કર્યા. તેઓએ આગામી ઉચ્ચ સ્તરીય સંપર્કોની તૈયારીઓ અંગે ચર્ચા કરી. આમાં વેપાર, આર્થિક, વૈજ્ઞાનિક, ટેકનિકલ અને સાંસ્કૃતિક સહકાર પર આંતર-સરકારી આયોગની બેઠક અને બંને વિદેશ મંત્રાલયોના નેતૃત્વ વચ્ચેની અન્ય બેઠકોનો સમાવેશ થાય છે.
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment