Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Monday, 3 January 2022

ગુજરાતમાં 13 લાખ બાળકોને કોરોનાની રસી આપવામાં આવી, 34 લાખથી વધુ બાળકોએ કરાવી છે નોંધણી

 


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર, આ વયજૂથના બાળકોને કોવિડ-19 વિરોધી રસી 'કોવેક્સિન'નો ડોઝ આપવામાં આવી રહ્યો છે.


દેશભરમાં આજથી 15 થી 18 વર્ષના બાળકોનું કોવિડ-19 વિરોધી રસીકરણ (Corona Vaccination of Children) શરૂ થઈ ગયું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, અત્યાર સુધીમાં દેશમાં લગભગ 13 લાખ બાળકોને કોરોના સામે રસી આપવામાં આવી છે. આ વય જૂથના લગભગ 34 લાખ બાળકોએ રસીકરણ (Corona Vaccination) માટે નોંધણી કરાવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર, આ વયજૂથના બાળકોને કોવિડ-19 વિરોધી રસી ‘કોવેક્સિન’નો ડોઝ આપવામાં આવી રહ્યો છે.

માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 15 થી 18 વર્ષની વયજૂથના 33,94,289 બાળકોએ રસીકરણ માટે નોંધણી કરાવી છે. જેમાંથી અત્યાર સુધીમાં 12,91,932 બાળકોને રસી આપવામાં આવી છે. સોમવારે વાલીઓ તેમના બાળકો સાથે રસીકરણ કેન્દ્ર પર પહોંચ્યા અને આ દરમિયાન કિશોરો રસીકરણને લઈને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત દેખાયા. દરેક કેન્દ્ર પર હાજર ‘કોવાક્સીન’નો ડોઝ ઓનલાઈન નોંધાયેલા બાળકો અને નોંધણી વગર મુલાકાત લેતા બાળકો માટે ઉપલબ્ધ છે.

ડિસેમ્બરમાં ગ્રીન સિગ્નલ મળ્યું હતું

જણાવી દઈએ કે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે 24 ડિસેમ્બરના રોજ અમુક શરતો સાથે 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે સ્વદેશી રીતે વિકસિત ભારત બાયોટેકની એન્ટિ-કોવિડ-19 રસી ‘કોવેક્સિન’ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હતી. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ટ્વિટર પર લોકોને રસીકરણ માટે તેમના પરિવારોમાંથી પાત્ર કિશોરોની નોંધણી કરાવવા વિનંતી કરી હતી.

તેમણે ટ્વીટ કર્યું, નવા વર્ષ નિમિત્તે, આજથી (શનિવાર) કોવિન પોર્ટલ પર 15 વર્ષથી 18 વર્ષની વયના બાળકોના કોવિડ-19 વિરોધી રસીકરણ માટે નોંધણી શરૂ કરવામાં આવી રહી છે. હું કુટુંબના સભ્યોને રસીકરણ માટે પાત્ર બાળકોને નોંધણી કરાવવા વિનંતી કરું છું.

11 રાજ્યોમાં 100 ટકા લોકોને પ્રથમ રસી મળી

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રવિવારે જણાવ્યું હતું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ 15 થી 18 વર્ષની વય જૂથના કિશોરોના રસીકરણ દરમિયાન કોવિડ-19 વિરોધી રસીનું મિશ્રણ ટાળવા માટે અલગ રસીકરણ કેન્દ્રો સ્થાપવા સહિતના જરૂરી પગલાં લેવા જોઈએ. સત્તાવાર માહિતી અનુસાર, છેલ્લા એક સપ્તાહમાં દેશભરમાં કોવિડ-19ના દૈનિક કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

સોમવારે દેશમાં લગભગ 34 હજાર નવા કેસ નોંધાયા હતા. દેશના 11 થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પહેલાથી જ 100 ટકા પ્રથમ ડોઝ રસીકરણ પ્રાપ્ત કર્યું છે, જ્યારે ત્રણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ 100 ટકા સંપૂર્ણ રસીકરણ પ્રાપ્ત કર્યું છે. આ સિવાય ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ટૂંક સમયમાં 100 ટકા રસીકરણ પ્રાપ્ત કરે તેવી અપેક્ષા છે.

વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો


Share:

Related Posts:

0 Comments:

Post a Comment

Ads