અમદાવાદ શહેરમાં કરવામાં આવતા કોરોનાના ટેસ્ટ ડબલ કરી દેવામાં આવ્યા છે. જેમાં બુધવારે અમદાવાદ શહેરમાં કોરોનાના 14,000 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમા ગુજરાતના કોરોનાના 4213 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધારે 1835 કેસ અમદાવાદ(Ahmedabad) શહેરમાં નોંધાયા છે. જો કે ગુરુવારે કોરોનાના લીધે શહેરમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી. તેમજ ઓમીક્રોનનો(Omicron) પણ એક પણ કેસ નોંધાયો નથી.અમદાવાદ શહેરમાં 4 જાન્યુઆરીએ 1,290 કેસ અને 05 જાન્યુઆરીએ 1835 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.
અમદાવાદ શહેરમાં કોરોનાના 14,000 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા
અમદાવાદ(Ahmedabad) શહેરમાં સતત વધી રહેલા કોરોનાના(Corona) કેસોના પગલે તંત્રની ચિંતા વધી છે. જેના પગલે મ્યુનિસપિલ કમિશ્નર લોચન શહેરાએ(Lochan Sehra) કોરોના અંગે તંત્ર દ્વારા લેવામાં આવતા પગલાં અંગે જાણકારી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે શહેરમાં વધતાં કોરોનાના કેસના પગલે શહેરમાં ટેસ્ટિંગ(Testing) અને ટ્રેકિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમજ શહેરમાં કરવામાં આવતા કોરોનાના ટેસ્ટ ડબલ કરી દેવામાં આવ્યા છે. જેમાં બુધવારે અમદાવાદ શહેરમાં કોરોનાના 14,000 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે.
કોરોના પોઝિટવ લોકોનું સમયાંતરે ફરી ચેકિંગ કરવામાં આવે છે.
મ્યુનિસપિલ કમિશ્નર લોચન શહેરાએ વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અંગે પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેમજ તેના અમલ માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે. તેમજ કોરોના પોઝિટવ લોકોનું સમયાંતરે ફરી ચેકિંગ કરવામાં આવે છે. તેમજ કોરોનાને નિયંત્રણમાં લેવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
SVP હોસ્પિટલમાં 300 ICU અને 700 ઓક્સિજન બેડ તૈયાર
કોરોનાના કેસ વધતા અમદાવાદ મહાનગરપાલિકાની હોસ્પિટલ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે SVP હોસ્પિટલમાં 300 ICU અને 700 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવશે.આ ઉપરાંત 20 હજાર લિટર ઓક્સિજનની બે ટેન્ક SVP હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે.
અમદાવાદ મનપાએ 35 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો અનામત રાખ્યો
LG હોસ્પિટલમાં 140 બેડ ICU અને 700 ઓક્સિજન બેડ તૈયાર રાખવામાં આવશે.LG હોસ્પિટલમાં 6 હજાર લિટર લિકવિડ ઓક્સિજનના બે ટેન્ક તૈયાર કરવામાં આવ્યા છે.શારદાબેન હોસ્પિટલમાં 70 ICU બેડ અને 100 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવ્યા છે..અમદાવાદ મનપાએ 35 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો પણ સંગ્રહિત રાખ્યો છે, આ ઉપરાંત 3 લાખ રેપિડ ટેસ્ટ કીટ અને RT-PCR ટેસ્ટિંગ માટે 12 હજાર કીટ પણ ઉપલબ્ધ છે.
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment