ભારતીય રેલવેમાં મેડિકલ ક્ષેત્રની ભરતી બહાર પાડવામાં આવી છે. તમે માત્ર વોક-ઇન-ઇન્ટરવ્યુ આપીને આ સરકારી નોકરી મેળવી શકો છો.
જો તમે MBBS નો અભ્યાસ કર્યો છે, તો ભારતીય રેલવેમાં (Indian Railway) નોકરી મેળવવાની ઉતમ તક છે. મધ્ય રેલવેએ મેડિકલ પ્રેક્ટિશનરની વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મગાવી છે. ઉલ્લેખનીય છે કે, તમારે આ સરકારી નોકરી માટે કોઈ લેખિત પરીક્ષા (Written Test) આપવાની રહેશે નહીં. તમે માત્ર વોક ઇન ઇન્ટરવ્યુ (Walk in interview) આપીને આ નોકરી મેળવી શકો છો. રેલવેએ આ ખાલી જગ્યા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. એપ્લિકેશન ઓફલાઇન મોડ પર કરવાની રહેશે.
આ પદો પર પસંદગી પામનાર ઉમેદવારોને 95 હજાર રૂપિયા પ્રતિ માસ સુધીનો પગાર આપવામાં આવશે. જ્યારે GDMO (MBBS) ડોક્ટરનો આ પગાર 75 હજાર રૂપિયા છે. ફિઝિશિયન અને એનેસ્થેટીસ્ટ / ઇન્ટેન્સિવિસ્ટની જગ્યાઓ માટેનો 95 હજાર પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યો છે.
ખાલી જગ્યાઓની વિગતો
CMP (GDMO) MBBS ડોક્ટર– 10 જગ્યાઓ
ફિઝિશિયન – 04 જગ્યાઓ
એનેસ્થેસિસ્ટ / ઇન્ટેન્સિવિસ્ટ – 04 જગ્યાઓ
કુલ પોસ્ટ – 18
સેન્ટ્રલ રેલ્વે MBBS વેકેન્સી બાબતે જણાવ્યું હતુ કે ખાલી જગ્યાઓની સંખ્યા કામચલાઉ છે. જરૂરિયાત મુજબ તેને વધારી કે ઘટાડી પણ શકાય છે.
લાયકાતના ધારો-ધોરણ
GDMO માટે મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (MCI) દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી MBBS ડિગ્રી હોવી જરૂરી છે.તેમજ 53 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે.જ્યારે OBCને 3 વર્ષની છૂટછાટ અને SC, ST અને ભૂતપૂર્વ સૈનિકોને 5 વર્ષની છૂટ આપવામાં આવી છે.
કેવી રીતે અરજી કરવી ?
આ ખાલી જગ્યા માટે તમારે ઓફલાઇન અરજી ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ તમે મધ્ય રેલ્વેની વેબસાઇટ cr.indianrailways.gov.in પરથી ડાઉનલોડ કરીને ભરવાનુ રહેશે. બાદમાં ભરતી વિભાગ દ્વારા શોર્ટ લિસ્ટ કરેલા ઉમેદવારો માટે ઈન્ટરવ્યુ યોજવામાં આવશે.
ઇન્ટરવ્યુ ક્યારે થશે ?
સેન્ટ્રલ રેલવે મેડિકલ જોબ વેકેન્સી 2022 માટે વોક ઇન ઇન્ટરવ્યુ 11 જાન્યુઆરી 2022ના રોજ યોજાશે. ઇન્ટરવ્યુનું સ્થળ છે , ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ હોસ્પિટલ, સેન્ટ્રલ રેલ્વે, ભાયખલા, મુંબઈ – 400027.
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment