વર્ષ 2021 ના છેલ્લા દિવસે બજારમાં ખરીદી જોવા મળી હતી. ઇન્ડેક્સમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને વધારા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 460 પોઈન્ટ વધીને 58254 પર બંધ થયો હતો. નિફ્ટી 150 પોઈન્ટ વધીને 17354 પર બંધ થયો હતો
વર્ષ 2022 ના પહેલા કારોબારી સત્રમાં ભારતીય શેરબજારમાં મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે. બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર કારોબાર કરતા નજરે પડી રહ્યા છે. વર્ષ 2021ના છેલ્લા સત્રમાં સેન્સેક્સ 58,253.82 જયારે નિફટી 17,354.05 ઉપર બંધ થયો હતો. વર્ષ 2022 ના પહેલા સ્તરની શરૂઆત વધારા સાથે સેન્સેક્સ 58,310.09 જયારે નિફટીએ 17,387.15 ઉપર કરી હતો. પ્રારંભિક કારોબારમાં બંને ઇન્ડેક્સમાં અડધા ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.
વૈશ્વિક સંકેત મિશ્ર
નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજાર માટે મિશ્ર વૈશ્વિક સંકેતો છે. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે તો વર્ષ 2021 ના છેલ્લા ટ્રેડિંગ દિવસે અમેરિકન બજારો નબળા અને બંધ થયા હતા. શુક્રવારે ડાઉ જોન્સમાં 60 પોઈન્ટની નબળાઈ જોવા મળી હતી અને તે 36,338.30 પર બંધ થયો હતો. નાસ્ડેક 97 પોઈન્ટ નબળો પડીને બંધ રહ્યો હતો. S&P 500 ઈન્ડેક્સ 13 પોઈન્ટ ઘટીને 4,766.18 પર બંધ થયો હતો. માર્કેટ માટે નવું વર્ષ શરૂ થવાનું છે. ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધી રહ્યા છે. સમગ્ર વર્ષ દરમિયાન, S&P 500 26.89%, ડાઉ 18.73% અને Nasdaq 21.39% વધ્યા છે. આજે એશિયન બજારોમાં SGX નિફ્ટી અને હેંગસેંગ નરમાશ સાથે ટ્રેડ કરી રહ્યાં છે.
FII અને DII ડેટા
શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ બજારમાં રૂ. 575.39 કરોડનું રોકાણ કર્યું હતું. દરમિયાન ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ પણ બજારમાં રૂ. 1165.62 કરોડનું રોકાણ કર્યું હતું.
ઓટો સેલ્સ
મારુતિ, ટાટા મોટર્સ અને આઈશર મોટર્સનું ડિસેમ્બરનું વેચાણ અપેક્ષા કરતાં સારું રહ્યું છે. પરંતુ હીરો મોટો અને ટીવીએસ મોટરે અપેક્ષા કરતા ઓછ વાહન વેચ્યા છે. M&M અને એસ્કોર્ટ્સનું ટ્રેક્ટર વેચાણ પણ નબળું રહ્યું છે.
આ પરિબળો પર નજર રહેશે
રેલિગેર બ્રોકિંગના વીપી રિસર્ચ અજિત મિશ્રા કહે છે કે બજાર આ સપ્તાહે ઘણા હાઈ ફ્રિકવન્સી ડેટા પર નજર રાખશે. તેમાં મુખ્ય છે માસિક ઓટો સેલ્સ, ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ PMI અને ઇન્ડિયા સર્વિસ PMI. કોવિડ 19નો નવો ડેટા અને ગ્લોબલ માર્કેટ સેન્ટિમેન્ટ પણ બજાર માટે મહત્વપૂર્ણ રહેશે. કોવિડ 19ના વધતા જતા કેસોને કારણે કેટલાક રાજ્યોમાં પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. જો કેસ વધુ વધશે તો પ્રતિબંધો પણ વધશે. તે સ્થિતિમાં તેની અસર બજાર પર પડશે.
વર્ષના અંતિમ દિવસે બજારની સ્થિતિ
વર્ષ 2021 ના છેલ્લા દિવસે બજારમાં ખરીદી જોવા મળી હતી. ઇન્ડેક્સમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને વધારા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 460 પોઈન્ટ વધીને 58254 પર બંધ થયો હતો. નિફ્ટી 150 પોઈન્ટ વધીને 17354 પર બંધ થયો હતો. નિફ્ટી પર બેન્ક ઈન્ડેક્સ અને ફાઈનાન્શિયલ ઈન્ડેક્સ 1 ટકાથી વધુ મજબૂત થયા હતા. ઓટો ઈન્ડેક્સ 1.5 ટકા વધ્યો હતો. જ્યારે મેટલ ઇન્ડેક્સ લગભગ 2 ટકા મજબૂત થયો છે. ટોપ ગેઇનર્સમાં TITAN, ULTRACEMCO, KOTAKBANK, MARUTI, SBI, AXISBANK, BAJAJFINSV, HINDUNILVR, BAJFINANCE અને HDFCBANK નો સમાવેશ થયો હતો.
0 Comments:
Post a Comment