શારદાયત સ્કૂલમાં અંગ્રેજી મીડિયમમાં 750 અને ગુજરાતી મીડિયમમાં 750 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ધોરણ 10થી 12ના વિદ્યાર્થીઓ જે 15 વર્ષથી વધુ અને 18 વર્ષથી ઓછી ઉંમર ધરાવે છે તેમના રસીકરણ માટે રજીસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવી.
ગુજરાતમાં શાળાઓ (Schools)માં પણ હવે કોરોનાએ કહેર વર્તાવાનું શરુ કર્યુ છે. શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ (Students) કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. સુરત (Surat)માં પણ અનેક શાળામાં વિદ્યાર્થી અને શિક્ષકો કોરોના સંક્રમિત થતા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. સુરતમાં 6 દિવસમાં 1.82 લાખ વિદ્યાર્થીઓને રસી આપવામાં આવશે. મનપાની 100 ટીમ શાળાઓમાં જઇને વેક્સીનેશન (Vaccination)ની કામગીરી કરશે.
શાળામાં વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન
સરકાર તરફથી વિદ્યાર્થીઓનું રસીકરણ થાય તેવા પ્રયાસો શરુ કરાયા છે. આજથી 15થી 18 વર્ષની વય જૂથના તરૂણો માટે રસીના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરુ થઇ છે. ત્યારે સુરતમાં વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરાઇ છે. સુરતમાં 6 દિવસમાં 1.82 લાખ વિદ્યાર્થીઓને રસી આપવાનું આયોજન છે.
સુરતના પીપલોદ વિસ્તારમાં શારદાયત સ્કૂલમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરાઇ છે. 1500 જેટલા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. 560 શાળાઓના નોડલ ઓફિસર અને આચાર્યો સાથે વાતચીત કરીને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરાઇ છે. મનપાની 100 ટીમ બનાવી શાળામાં જઇને વિદ્યાર્થીઓને રસી આપવામાં આવશે.
3 જાન્યુઆરીથી કરાશે રસીકરણ
શારદાયત સ્કૂલમાં અંગ્રેજી મીડિયમમાં 750 અને ગુજરાતી મીડિયમમાં 750 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ધોરણ 10થી 12ના વિદ્યાર્થીઓ જે 15 વર્ષથી વધુ અને 18 વર્ષથી ઓછી ઉંમર ધરાવે છે તેમના રસીકરણ માટે રજીસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવી. શાળા તરફથી રજીસ્ટ્રેશન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સોમવાર 3 જાન્યુઆરીથી આ તમામ વિદ્યાર્થીઓને રસી આપવાની કામગીરી હાથ ધરાશે.
0 Comments:
Post a Comment