અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણની ગતિ વધી હોવાના સંકેત પણ મળ્યા છે. જેના પગલે અમદાવાદમાં શુક્રવારે વધુ 8 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે.
ગુજરાતમાં (Gujarat)કોરોનાના (Corona) કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં શુક્રવારે કોરોનાના 654 નવા કેસ ઉમેરાયા છે. તેમાંથી 311 કેસ તો માત્ર અમદાવાદ (Ahmedabad)શહેરમાં જ વધ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણની ગતિ વધી હોવાના સંકેત પણ મળ્યા છે. જેના પગલે અમદાવાદમાં વધુ 8 વિસ્તારોને માઈક્રો કન્ટેનઇમેન્ટ(Micro Containment)ઝોનમાં મુકાયા છે. જેમાં પશ્ચિમ ઝોનના વાસણા, નવરંગપુરા અને ન્યુ-રાણીપના 4 વિસ્તારોને માઈક્રો કન્ટેનઇમેન્ટ ઝોનમાં મુકાયા છે.
શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારની સંખ્યા 29 થઇ
અમદાવાદ શહેરમાં મધ્ય ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોનના એક એક વિસ્તારને માઈક્રો કન્ટેનઇમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. શુક્રવારે વધુ 47 ઘરોના 191 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા છે. જયારે શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 29 થઇ છે.
જેમાં અમદાવાદ શહેરમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના 1883 જેટલા કેસ નોંધાયા છે. જેમાં 22 ડિસેમ્બરના રોજ 25 કેસ, 23 ડિસેમ્બરના રોજ 43, 24 ડિસેમ્બરના રોજ 32 25 ડિસેમ્બરના રોજ 62, 26 ડિસેમ્બરના રોજ 52, 27 ડિસેમ્બરના રોજ 98, 28 ડિસેમ્બરના રોજ 178, 29 ડિસેમ્બરના રોજ 265 કેસ, 30 ડિસેમ્બરના રોજ 269 કેસ, 31 ડિસેમ્બરના રોજ 311 કેસ નોંધાયા છે. જેના પગલે આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.
અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ એએમસી દ્વારા અમદાવાદ શહેરમાં કોરોના ટેસ્ટિંગ માટેની વ્યવસ્થા વધારવામાં આવી છે.
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment