અમદાવાદ શહેરમાં કોરોનાના દરરોજ સરેરાશ 100 કેસ વધી રહ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના 1883 જેટલા કેસ નોંધાયા છે.
ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં શુક્રવારે કોરોનાના 654 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધારે 311 કેસ અમદાવાદ(Ahmedabad) શહેરમાં નોંધાયા છે. તેમજ અમદાવાદ શહેરમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના 1883 જેટલા કેસ નોંધાયા છે.
31 ડિસેમ્બરના રોજ 311 કેસ નોંધાયા
જેમાં 22 ડિસેમ્બરના રોજ 25 કેસ, 23 ડિસેમ્બરના રોજ 43, 24 ડિસેમ્બરના રોજ 32, 25 ડિસેમ્બરના રોજ 62, 26 ડિસેમ્બરના રોજ 52, 27 ડિસેમ્બરના રોજ 98, 28 ડિસેમ્બરના રોજ 178, 29 ડિસેમ્બરના રોજ 265 કેસ, 30 ડિસેમ્બરના રોજ 269 કેસ, 31 ડિસેમ્બરના રોજ 311 કેસ નોંધાયા છે. જેના પગલે આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.
દરરોજ સરેરાશ 100 કેસનો વધારો
અમદાવાદ શહેરમાં 22 ડિસેમ્બરના રોજ કોરોનાના દૈનિક માત્ર 25 કેસ હતા જે 31 ડિસેમ્બરના રોજ વધીને 311 એ પહોંચ્યા છે. તેમજ અમદાવાદ શહેરમાં કોરોનાના દરરોજ સરેરાશ 100 કેસ વધી રહ્યા છે.
અમદાવાદમાં વધુ 8 વિસ્તારો માઈક્રો કન્ટેનઇમેન્ટ
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણની ગતિ વધી હોવાના સંકેત પણ મળ્યા છે. જેના પગલે અમદાવાદમાં વધુ 8 વિસ્તારોને માઈક્રો કન્ટેનઇમેન્ટ(Micro Containmentઝોનમાં મુકાયા છે. જેમાં પશ્ચિમ ઝોનના વાસણા, નવરંગપુરા અને ન્યુ-રાણીપના 4 વિસ્તારોને માઈક્રો કન્ટેનઇમેન્ટ ઝોનમાં મુકાયા છે.
શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારની સંખ્યા 29 થઇ
અમદાવાદ શહેરમાં મધ્ય ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોનના એક એક વિસ્તારને માઈક્રો કન્ટેનઇમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. શુક્રવારે વધુ 47 ઘરોના 191 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા છે. જયારે શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 29 થઇ છે.
આ ઉપરાંત અમદાવાદ શહેરમાં કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનના કેસના પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં રાજયમાં ઓમીક્રોનના કુલ કેસ 113 માંથી અમદાવાદ શહેરમાં ઓમીક્રોનના કુલ 39 છે.ત્યારબાદ વડોદરા શહેરમાં 21, સુરત શહેરમાં 12, આણંદમાં 11 અને ખેડામાં 6 છે.
SVP હોસ્પિટલમાં 300 ICU અને 700 ઓક્સિજન બેડ તૈયાર
કોરોનાના કેસ વધતા અમદાવાદ મહાનગરપાલિકાની હોસ્પિટલ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે SVP હોસ્પિટલમાં 300 ICU અને 700 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવશે.આ ઉપરાંત 20 હજાર લિટર ઓક્સિજનની બે ટેન્ક SVP હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે.
અમદાવાદ મનપાએ 35 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો અનામત રાખ્યો
LG હોસ્પિટલમાં 140 બેડ ICU અને 700 ઓક્સિજન બેડ તૈયાર રાખવામાં આવશે.LG હોસ્પિટલમાં 6 હજાર લિટર લિકવિડ ઓક્સિજનના બે ટેન્ક તૈયાર કરવામાં આવ્યા છે.શારદાબેન હોસ્પિટલમાં 70 ICU બેડ અને 100 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવ્યા છે..અમદાવાદ મનપાએ 35 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો પણ સંગ્રહિત રાખ્યો છે, આ ઉપરાંત 3 લાખ રેપિડ ટેસ્ટ કીટ અને RT-PCR ટેસ્ટિંગ માટે 12 હજાર કીટ પણ ઉપલબ્ધ છે.
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment