3 જાન્યુઆરી, 2022 થી કિશોર રસીકરણ જિલ્લામાં શરૂ કરવામાં આવશે.
આ બેઠકમાં શહેર જિલ્લામાં કોવિડ – ઓમિક્રોન (OMICRON) કેસોની સંખ્યા,બહારથી આવતા પ્રવાસીઓની ચકાસણી,રૂટિન રસીકરણ,હોસ્પિટલ અને બેડ્સની પરિસ્થિતિ જેવી ચર્ચા કરવાની સાથે શિક્ષણ વિભાગના સહયોગ અંગે સંવાદ થયો હતો.
વાલીઓ કિશોર રસીકરણની અગત્યતા સમજીને પૂરતો સહયોગ આપે તેવો અનુરોધ કરતાં જિલ્લા કલેકટર આર.બી.બારડે જણાવ્યું કે આ ઉંમરના કિશોરો મોટેભાગે શાળા કોલેજમાં ઉપસ્થિત હોય તો ત્યાં જ રસી આપવાને અગ્રતા અપાશે.રસીકરણ કેન્દ્રોની યાદી બનાવવામાં આવશે.વાલીઓનો સંપર્ક કરવામાં આવશે.
આ બેઠકમાં કોરોના અને ઓમિક્રોનના કેસોની સંખ્યા,ઉચિત ટ્રેસિંગ,ટ્રેકિંગ અને ટેસ્ટિંગ,સારવાર સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.કલેકટરે જણાવ્યું કે વિશેષ ટીમો બનાવી કન્ટેન્ટમેન્ટ ઝોનની જોગવાઈઓનું સચોટ પાલન,સંક્રમણની અટકાયત અને સંક્રમિત જણાયેલ લોકોની સારવાર શરૂ કરાવવા જેવી કામગીરી હાથ ધરવામાં આવશે.તેમણે જણાવ્યું કે દરેક વ્યક્તિ કોરોના વિષયક તમામ તકેદારીઓ પાળીને સહયોગ આપે તે જરૂરી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોસુરેન્દ્ર જૈને જણાવ્યું કે કિશોરોને કોવેક્સિન રસી આપવાનું આયોજન છે.તા.3જી જાન્યુઆરી,2022 થી કિશોર રસીકરણ જિલ્લામાં શરૂ કરવામાં આવશે.તે પછી તા.10મી જાન્યુઆરી થી 60+ અને કો-મોર્બિડ વડીલો,હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કરને પ્રીકોશન ડોઝ આપવાનું આયોજન દિશા નિર્દેશો પ્રમાણે કરવામાં આવી રહ્યું છે.બીજો ડોઝ લીધાને 39 સપ્તાહ પૂરા થયાં હોય અને ધારાધોરણ પ્રમાણે પાત્ર હોય તેમને બૂસ્ટર ડોઝ આપવા સહિત પૂર્વ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment