કૃષિ વૈજ્ઞાનિક બનવા માટે ઉમેદવારને ધોરણ 11 અને 12માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષયોની સાથે સાયન્સ સ્ટ્રીમ પાસ હોવું જોઈએ.
કૃષિ વૈજ્ઞાનિક માટેની લાયકાત
કૃષિ વૈજ્ઞાનિક બનવા માટે ઉમેદવારને ધોરણ 11 અને 12માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષયોની સાથે સાયન્સ સ્ટ્રીમ પાસ હોવું જોઈએ. ધોરણ 12માં વર્ક-ટુ-વર્ક માર્ક્સ હંમેશા 50 ટકાથી ઉપર હોવા જોઈએ, ત્યારે તમે પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ પુરો કરી શકશો. કૃષિ વૈજ્ઞાનિક બનવા માટે B.Sc કૃષિમાં ડિગ્રી પછી કૃષિ વિજ્ઞાનમાં પીએચડીની ડિગ્રી હોય છે. એગ્રીકલ્ચરમાં બેચલર ડિગ્રીમાં એડમિશન માટે 12માં ધોરણમાં 50 ટકા હોવા જરૂરી છે.
કરો આ કોર્સ
બી.એસસી એગ્રીકલ્ચર, બી.એસસી ક્રોપ ફિઝિયોલોજી, એમ.એસસી એગ્રીકલ્ચર, એમબીએ ઈન એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ, ડિપ્લોમા ઈન ફૂડ પ્રોસેસિંગ, ડિપ્લોમા કોર્સ ઈન એગ્રીકલ્ચર એન્ડ અલાઈડ પ્રેક્ટિસેજ,
સર્ટિફિકેટ કોર્સ
સર્ટિફિકેટ ઈન એગ્રીકલ્ચર સાયન્સ, સર્ટિફિકેટ કોર્સે ઈન ફૂડ એન્ડ બેવરીઝ સર્વિસ, સર્ટિફિકેટ કોર્સ ઈન બાયો ફર્ટિલાઈઝર પ્રોડક્શન.
ડોક્ટરલ કોર્સ
ડોક્ટર ઓફ ફિલોસોફી ઈન એગ્રીકલ્ચર, ડોક્ટર ઓફ ફિલોસોફી ઈન એગ્રીકલ્ચર બાયોટેક્નોલોજી, ડોક્ટર ઓફ ફિલોસોફી ઈન એગ્રીકલ્ચરલ એન્ટોમોલોજી,
કરિયર સ્કોપ
Plant Scienceમાં કૃષિ વૈજ્ઞાનિક છોડની ઉપજ વધારવા અને છોડને દુષ્કાળથી બચાવવા માટે ઘણા સંશોધનો કરે છે. ત્યારે Animal Scienceમાં કૃષિ વૈજ્ઞાનિકે પ્રાણીઓમાંથી મેળવેલા ખોરાક જેવા કે માંસ, દૂધ, માછલી અને ઈંડા પર સંશોધન કરવાનું હોય છે. આ ઉપરાંત Soil Scienceમાં કૃષિ વૈજ્ઞાનિકે વિવિધ પ્રકારની જમીન પર સંશોધન કરવાનું હોય છે. Food Scienceમાં કૃષિ વૈજ્ઞાનિકોએ ખાદ્યપદાર્થોની ગુણવત્તા તપાસવાની હોય છે.
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment