Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Saturday, 1 January 2022

બેંકને લગતા તમામ કામ ઝડપથી પતાવી દો, જાન્યુઆરીમાં આટલા દિવસો બેંક રહેશે બંધ, આ રહી સંપૂર્ણ યાદી

 


જાન્યુઆરી 2022 માં બેંક રજાઓના કુલ 17 દિવસ(Bank Holidays in January 2022) માંથી 4 રવિવાર છે. તમને જણાવી દઈએ કે દેશભરમાં બેંકો 17 દિવસ સુધી બંધ રહેશે નહીં.


આજે 1 જાન્યુઆરીથી નવું વર્ષ શરૂ થયું છે.આજથી ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. બેંકોના કામકાજમાં પણ ઘણા ફેરફાર જોવા મળશે. જાન્યુઆરી મહિનામાં એવા દિવસો આવશે જ્યારે બેંકો બંધ રહેશે અને તમે કામ કરી શકશો નહીં.જોકે એક વાતનું ધ્યાન રાખવું કે બેંકના શટર ડાઉન હોય તો પણ કામ ઓનલાઈન ચાલુ રહેશે.

જો જાન્યુઆરી મહિનામાં બેંકને લગતું ઘણું કામ હોય તો રજાઓનું લિસ્ટ જોઈ લો અને તે મુજબ કામ પાર પાડો. રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલી રજાઓની યાદી અનુસાર જાન્યુઆરીમાં ઘણા દિવસ બેંકના કામકાજને અસર થશે. તેમજ વીકએન્ડની રજાઓ પણ અલગ રહેશે. બેંક ગ્રાહકો આ દિવસોમાં શાખામાં પૈસા જમા કે ઉપાડી શકશે નહીં. તેઓ ઈચ્છે તો ઓનલાઈન બેંકિંગ સુવિધા મેળવી શકે છે. બેંક બંધ હોય ત્યારે પણ ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગની સુવિધા ચાલુ રહેશે. ચાલો જોઈએ કે જાન્યુઆરીમાં કયા દિવસે રજાઓ આવશે.

જાન્યુઆરી 2022 માં બેંક રજાઓના કુલ 17 દિવસ(Bank Holidays in January 2022) માંથી 4 રવિવાર છે. આમાંની ઘણી રજાઓ પણ સતત આવી રહી છે. તમને જણાવી દઈએ કે દેશભરમાં બેંકો 17 દિવસ સુધી બંધ રહેશે નહીં. આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી રજાઓની યાદી અનુસાર આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં અલગ અલગ છે. આ તમામ રજાઓ તમામ રાજ્યોમાં એકસાથે લાગુ થશે નહીં. આ ઉપરાંત આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર રવિવાર સિવાય મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહેશે.

જાન્યુઆરી 2022 માં બેંકની રજાઓ

ચાલો જાણીએ કે જાન્યુઆરી 2022 માં કયા રાજ્યોમાં બેંકો ક્યારે બંધ રહેશે? તેથી આવતા મહિને રજાઓની યાદીના આધારે તમારે તમારા બેંક સંબંધિત કાર્યને પૂર્ણ કરવું જોઈએ જેથી તમે બિનજરૂરી સમસ્યાઓથી બચી શકો.

  • 1 જાન્યુઆરી          શનિવાર         નૂતન વર્ષ (મિઝોરમની રાજધાની આઈઝોલ, સિક્કિમની રાજધાની ગંગટોક અને ચેન્નાઈમાં રજા)
  • 2 જાન્યુઆરી       રવિવાર          સાપ્તાહિક રજા 
  • 3 જાન્યુઆરી        સોમવાર          આઈઝોલ અને ગંગટોકમાં નવા વર્ષની ઉજવણીના કારણે બેંકો બંધ રહેશે.
  • 4 જાન્યુઆરી        મંગળવાર        સિક્કિમીઝ નવું વર્ષ- લોસોંગ માટે ગંગટોકમાં બેંકો બંધ જોવા મળશે.
  • 8 જાન્યુઆરી     શનિવાર          બીજા શનિવારની રજા 
  • 9 જાન્યુઆરી      રવિવાર          ગુરુ ગોવિંદ સિંહ જયંતિ સમગ્ર દેશમાં, સમગ્ર દેશમાં સપ્તાહની રજા
  • 11 જાન્યુઆરી      મંગળવાર       મિશનરી ડે મિઝોરમ
  • 12 જાન્યુઆરી      બુધવાર          સ્વામી વિવેકાનંદના જન્મદિવસ નિમિત્તે કોલકાતામાં રજા
  • 14 જાન્યુઆરી     શુક્રવાર           મકરસંક્રાંતિની ગુજરાતમાં રજા રહેશે 
  • 15 જાન્યુઆરી      શનિવાર         પોંગલની આંધ્રપ્રદેશ, પુડુચેરી, તમિલનાડુ
  • 16 જાન્યુઆરી     રવિવાર           સાપ્તાહિક રજા
  • 18 જાન્યુઆરી     મંગળવાર       પૂસમના તહેવારની ચેન્નાઈમાં રજા
  • 22 જાન્યુઆરી    શનિવાર        ચોથા શનિવારની રજા 
  • 23 જાન્યુઆરી     રવિવાર          સાપ્તાહિક રજા
  • 25 જાન્યુઆરી     મંગળવાર       રાજ્ય સ્થાપના દિવસ હિમાચલ પ્રદેશ
  • 26 જાન્યુઆરી     બુધવાર          સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસની રજા રહેશે
  • 30 જાન્યુઆરી    રવિવાર            સાપ્તાહિક રજા 

વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો

Share:

0 Comments:

Post a Comment

Ads