પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો.
વર્ષના પ્રથમ દિવસે(New Year 2022) સરકારી માલિકીની તેલ કંપની ઈન્ડિયન ઓઈલ (IOCL) એ પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. ઈંધણના ભાવમાં આજે પણ કોઈ ફેરફાર થયો નથી. નવા દર મુજબ આજે રાષ્ટ્રીય રાજધાનીમાં એક લિટર પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા અને ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લિટર છે.
2022માં ક્રૂડ 100 ડોલરને પાર કરી શકે છે
મોર્ગન સ્ટેનલીએ અનુમાન આપ્યા છે કે ક્રૂડ ઓઈલમાં વધુ વધારાની અપેક્ષા છે અને વર્ષ 2022માં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 90 ડોલરના સ્તરને પાર કરશે, મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર ક્રૂડ ઓઈલની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ માંગ પ્રમાણે ઉત્પાદન વધશે તેવા કોઈ સંકેત નથી તેથી તેલમી કિંમતોમાં વધારો ચાલુ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. ગોલ્ડમેને પણ આવો જ અંદાજ જારી કર્યો છે જો કે તેનો અંદાજ આના કરતા પણ ઘણો વધારે હતો. ગોલ્ડમેનના જણાવ્યા અનુસાર વર્ષ 2022માં ક્રૂડ ઓઈલની માંગ નવા રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે જેના કારણે બ્રેન્ટના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરને પાર કરી જશે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત
- દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
- મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
- ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
- કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે
City | Petrol | Diesel |
Ahmedabad | 95.13 | 89.12 |
Rajkot | 94.89 | 88.89 |
Surat | 94.98 | 88.99 |
Vadodara | 94.78 | 88.76 |
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો.
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment