શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કેસો વધી રહ્યાં છે. આજે સુરત ગ્રામ્ય વિસ્તારમાં 102 નવા કેસો સામે આવ્યા છે
સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના (CORONA) ના કેસો ઝડપથી વધી રહ્યા છે, ગઈકાલે 6 જાન્યુઆરીએ 1105 કેસો આવ્યાં હતા, તો આજે 7 જાન્યુઆરીએ કોરોના વાયરસના નવા 1350 કેસ નોંધાયા છે. શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કેસો વધી રહ્યાં છે. આજે સુરત ગ્રામ્ય વિસ્તારમાં 102 નવા કેસો સામે આવ્યા છે, સાથે જ એક દર્દીનું મૃત્યુ થયું છે. સુરત શહેરમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1,16,640 થઈ ગઈ છે.
અઠવા અને રાંદેર હોટસ્પોટ બન્યા
શહેરના અઠવા અને રાંદેર ઝોન હોટ સ્પોટ તરીકે ઉભરી આવ્યા છે. અઠવા ઝોનમાં સૌથી વધારે 370 કે જ્યારે રાંદેર ઝોનમાં 239 કેસ નોંધાયા છે. ત્યાર બાદ વરાછા-એ ઝોનમાં 191, કતારગામમાં 156, ઉધનામાં 155 અને લીંબાયતમાં 90 કેસ નોંધાયા છે. જયારે વરાછા-બી ઝોનમાં 81, અને સેન્ટ્રલ ઝોનમાં 68 નવા કેસ નોંધાયા છે.
45 વર્ષીય મહિલાનું મૃત્યુ
આજે જીઆવ બુડિયા ખાતે સંગમ સોસાયટીમાં રહેતા એક 45 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મૃતક મહિલાના પુત્રે જણાવ્યું હતું કે છેલ્લા બે – ત્રણ દિવસથી તેઓને પગમાં સોજો હતો અને ચાલવામાં તકલીફ પડી રહી હતી. જેને પગલે આજે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવતાં તેઓનો કોવિડ-19 નો રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો. જે પોઝિટીવ આવ્યા બાદ સારવાર શરૂ કરવામાં આવે તે પહેલા જ મહિલાનું મોત નિપજ્યું હતું.
સિવિલ હોસ્પિટલ પીડિયાટ્રિક વોર્ડ શરૂ કરાયો
સુરત શહેર વહીવટીતંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઓમિક્રોન (OMICRON)ની સાથે પીડિયાટ્રિક વોર્ડ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.સિવિલ હોસ્પિટલના સ્ટેમ સેલમાં સાતમા અને આઠમા માળે પીડીયાટ્રીક વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 5 વેન્ટિલેટર ની વ્યવસ્થા કરવામાં આવી છે તેના માટે 70 બેડ સિવિલ હોસ્પિટલમાં અને 30 બેડ સ્મીમેર હોસ્પિટલમાં તૈયાર રાખવામાં આવ્યા છે. જેથી ભવિષ્યમાં ઓમિક્રોન સંક્રમિત મળવા પર તરત તેની સારવાર શરૂ કરવામાં આવશે.
નોંધનીય છે કે ઓમીક્રોન વાયરસ પાંચ ગણું ઝડપથી ફેલાય છે. જોકે આ વેરિએન્ટ એટલું ખતરનાક નહીં હોવાથી હાલ રાહત છે. સાથે જ ગયા મહિને જ નવી સિવિલ હોસ્પિટલમાં 100 બેડ અને સ્મીમેર હોસ્પિટલમાં 40 બેડનો વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે.
સુરતમાં શહેર અને ગ્રામ્ય વિસ્તાર મળીને લગભગ 500 કરતાં વધારે દર્દીઓ એવા છે જેમણે વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે, છતાં પણ તેઓ પોઝિટિવ આવ્યા છે. જે સોસાયટીમાંથી લોકો પોઝિટિવ નોંધાયા છે તે વિસ્તારને ક્લસ્ટર જાહેર કરવામાં આવે છે.
- વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment