હાલમાં જ અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા' રીલિઝ થઈ, જેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મ દરેક જતા દિવસે એક નવો રેકોર્ડ બનાવી રહી છે.
સાઉથની ફિલ્મોને (South Movie) લોકો ફક્ત પસંદ જ નથી કરી રહ્યા પરંતુ આ ફિલ્મો લોકોને ભરપૂર મનોરંજન પણ પૂરુ પાડી રહી છે. હવે ભાષાનો કોઇ અવરોધ નથી. ડબિંગે તમામ પ્રકારની ફિલ્મો માટે માર્ગ ખોલ્યો છે. સાઉથના તમામ એક્ટર અને એક્ટ્રેસે દેશના લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે. કેટલાક ખાસ કલાકારો છે જેમની ફિલ્મો લોકો ચોક્કસપણે જોતા હોય છે. જેમાં અલ્લુ અર્જુનની (Allu Arjun) ફિલ્મ ટોપ પર છે. હાલમાં જ અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ (Pushpa) રીલિઝ થઈ હતી, જેણે બોક્સ ઓફિસ (Box Office) પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહી છે.રિલીઝના પહેલા જ દિવસે, ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી ઓપનિંગ કરી હતી અને લોન્ચ થયા પછી ફિલ્મનું કલેક્શન સતત વધી રહ્યું છે.
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા’નું હિન્દી વર્ઝન એક ભેટ સમાન છે. વર્ષના અંતિમ દિવસે, ‘પુષ્પા’ના હિન્દી વર્ઝનના કલેક્શનમાં વધારો થયો હતો. અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મે તેના ત્રીજા શુક્રવારે લગભગ રૂ. 6 કરોડની કમાણી કરી હતી, પંદર દિવસમાં તેની કુલ કમાણી રૂ. 239.50 કરોડ પર પહોંચી હતી. રવિવારે આ ફિલ્મ રૂ. 250 કરોડને પાર કરી જશે, હિન્દી વર્ઝન જે રીતે પ્રદર્શન કરી રહ્યું છે, તેને જોઇને લાગે છે કે ફિલ્મ જલ્દી જ 300 કરોડ ક્લબમાં પહોંચી જશે
પુષ્પાનું બોક્સ ઓફિસ કલેક્શન
પહેલું અઠવાડિયું – રૂ. 177.75 કરોડ
બીજુ અઠવાડિયું – રૂ. 55.75 કરોડ
ત્રીજુ અઠવાડિયું – રૂ. 6 કરોડ
કુલ – રૂ. 239.50 કરોડ
ત્રીજા શુક્રવારનું કલેક્શન ફિલ્મની ઓપનિંગ ડે કરતા વધુ હતુ અને નવા વર્ષની ઉજવણીને જોતા હાલના એક બે દિવસમાં કલેક્શનમાં વધારો થવાની સંપૂર્ણ શક્યતા છે. પહેલા એવી ઘારણા હતી કે 7 જાન્યુઆરીએ RRR ના રિલીઝ થવાની સાથે આ કલેક્શન પર અસર થશે પરંતુ હવે કોરોનાને લઇને RRR ની રિલીઝ ડેટ પોસ્ટપોન કરવામાં આવી છે. એટલે પુષ્પાનું કલેક્શન હજી વધવાની શક્યતા છે.
0 Comments:
Post a Comment