Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Monday, 3 January 2022

2021 માં થયો નિકાસમાં 37% નો વધારો, ત્રીજા ક્વાર્ટરમાં એક્સપોર્ટ બનાવ્યો રેકોર્ડ

 


ડિસેમ્બરમાં નિકાસ 37 ટકા વધીને 37.29 અરબ ડોલર પર પહોંચી ગઈ છે. આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં, મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટસે 300 અરબ ડોલરના આંકને પાર કરી લીધો છે.


ડિસેમ્બરમાં નિકાસ (Exports) 37 ટકા વધીને 37.29 અરબ ડોલર પર પહોંચી ગઈ છે. આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં, મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટસે (merchandise exports) 300 અરબ ડોલરના આંકડાને પાર કરી લીધો છે. ચાલુ નાણાકીય વર્ષના (current fiscal) ત્રીજા ત્રિમાસિક ગાળામાં નિકાસ 103 અબજ ડોલરની સર્વકાલીન ઊંચી સપાટીએ રહી છે. નિકાસ લક્ષ્યાંક તરફ આગળ વધી રહી છે અને આ નાણાકીય વર્ષમાં (financial year) નિકાસ તેના 400 અરબ ડોલરના લક્ષ્યને પાર કરી શકે છે.

સોમવારે જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે આ અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો રહ્યો છે. એપ્રિલથી ડિસેમ્બર 2021 દરમિયાન આઉટબાઉન્ડ શિપમેન્ટ 300 અરબ ડોલરને વટાવી ગયું હતો. આ આંકડો 2020-21ની નિકાસ કરતા વધુ છે. આ ડેટા વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

ચાલુ નાણાકીય વર્ષમાં નિકાસ 400 અરબ ડોલરને વટાવી જશે

પત્રકાર પરિષદને સંબોધતા વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે આ નાણાકીય વર્ષમાં ભારતની માલસામાનની નિકાસ 400 અરબ ડોલરને પાર કરશે. વર્ષ 2021-22માં ભારત માલસામાન માટે 400 અરબ ડોલરના નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરી શકે છે. 2021 ને લઈને નાણામંત્રાલયની તાજેતરમાં જાહેર કરવામાં આવેલી એક યાદીમાં આ આશા વ્યક્ત કરવામાં આવી હતી. નાણા મંત્રાલયે જાણાવ્યુ હતું કે ભારત નિકાસ લક્ષ્યાંક હાંસલ કરવાની દિશામાં છે અને તેનો બે તૃતીયાંશ હીસ્સો નવેમ્બર સુધીમાં હાંસલ કરી લેવામાં આવ્યો છે.

નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, એપ્રિલ-નવેમ્બર 2021 દરમિયાન, મર્ચેન્ડાઇઝની નિકાસ 263 અબજ ડોલરથી વધુના સ્તરે પહોંચી ગઈ છે, જે ગયા વર્ષના સ્તર કરતાં 51 ટકા વધુ છે. નાણાકીય વર્ષના પ્રથમ 8 મહિના માલસામાનની નિકાસમાં ખૂબ સારા રહ્યા છે અને આ સતત 8મો મહિનો છે જ્યારે દરેક મહિનામાં નિકાસ 30 અરબ ડોલરને વટાવી ગઈ હોય.

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર વિદેશમાં નવા કરારોથી ભારતને નિકાસ વધારવામાં મદદ મળશે. ભારતનો મોરેશિયસ સાથે કરાર થઈ ચુક્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયા અને UAE સાથે વાતચીત અંતિમ તબક્કામાં છે. ભારત અને મોરેશિયસ વચ્ચેના સીઈસીપીએમાં ભારત માટે 310 નિકાસ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો


Share:

Related Posts:

0 Comments:

Post a Comment

Ads