GPSC વર્ગ 1,2 ની પ્રિલિમિનરી પરીક્ષા શાંતિપૂર્વક માહોલમાં પૂર્ણ. ચેરમેન દિનેશન દાસાએ આપ્યું મોટું નિવેદન
- GPSC વર્ગ 1,2 ની પ્રિલિમિનરી પરીક્ષા
- 12 કલાકમાં OMR વેબસાઇટ પર મૂકાશેઃદાસા
- જાન્યુઆરી અંત સુધીમાં પરિણામ:દાસા
પરીક્ષાનો સમયગાળામાં જોવા મળ્યો છબરડો
પરીક્ષાનો સમયગાળો 180 મિનીટના બદલે 120 મિનીટનો ભૂલથી છપાયો હતો. જો કે, આ ભૂલ અંગેની જાણ થતાં જ GPSCના ચેરમેન દિનેશ દાસા એક્શનમાં આવ્યા હતા અને ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, ટાઈપોગ્રાફી એરરને કારણે પરીક્ષાના સમયગાળામાં ભૂલ જોવા મળી છે. જો કે, તમામ પરીક્ષા કેન્દ્રોને આ એરર અંગેની જાણકારી આપી દેવામાં આવી છે.
હેડક્લાર્કનું પેપરલીક થયા બાદ GPSCની પરીક્ષામાં કડક વ્યવસ્થા
ઉલ્લેખનીય છે કે, ગ્રામ પંચાયતની ચૂંટણીનું એલાન થતાં GPSC વર્ગ 1-2ની પ્રિલિમનરી પરીક્ષા થોડા સમય માટે મુલતવી રાખવામાં આવી હતી જો કે, આચારસંહિતા પૂર્ણ થતાં આજે પરીક્ષા લેવામાં આવી છે. આ સાથે જ તાજેતરમાં હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાંની ઘટનાની શ્યાહી હજી સૂકાઈ નથી ત્યારે આ પરીક્ષામાં પણ કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
કેટલી બેઠક માટે યોજાઈ પરીક્ષા
GPSC દ્વારા હાલ નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15, નાયબ પોલીસ અધિક્ષકની કુલ 08, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ 01, સહાયક રાજ્ય વેરા કમિશનરની કુલ 48, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ)ની કુલ 01 એમ સંયુક્ત રીતે વર્ગ-1ની કુલ 73 જગ્યાઓ તથા મામલતદારની કુલ 12, તાલુકા વિકાસ અધિકારીની 10, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની 10, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની 01, સરકારી શ્રમ અધિકારીની 02, રાજ્ય વેરા અધિકારીની 75 એમ સંયુક્ત રીતે વર્ગ-2 ની કુલ 110 જગ્યાઓ થઈને કલાસ 1 અને 2ની સંકલિત કુલ 183 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment