ગુજરાત સરકારે પ્રધાનમંત્રી આવાસ આપી લોકો ને સુખાકારી આપી છે.છેવાડા માનવી સુધી સુવિધા આપવામાં આવી છે.સુરતમાં 115 જેટલા બ્રિજ બન્યા છે.સુરતનો વિકાસ ક્યારેય અટકવાનો નથી.
- સુરતમાં શહેરી વિકાસ દિવસ’ ની ઉજવણી
- પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ખાત મુહુર્ત
- ગુજરાત એ સુશાસનનો પર્યાય; મુખ્યમંત્રી
રાજ્યસરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘ગુડ ગવર્નન્સ’ હેઠળ ‘શહેરી વિકાસ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી રહીં છે ત્યારે આજે સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીના ઓડીટોરીયમ ખાતે મુખ્યમંત્રીના હસ્તે સુરત મહાનગપાલિકા તથા સુડાના કુલ રૂ.217.25 કરોડના વિકાસકામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના (ફેઝ 3-4-5) અંતર્ગત EWS-II ટાઈપના કુલ 4888 આવાસોની ફાળવણી અંગેનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરાયો હતો. અંદાજીત રૂ.64.66 કરોડના ખર્ચે સાકારિત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો-દુકાનો, ભૂગર્ભ ટાંકી, આંગણવાડી અને સિવિક સેન્ટર સહિતના પ્રકલ્પોનું લોકાર્પણ કરાયુ હતું.વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજીત રૂ.133.22 કરોડના ખર્ચે સાકારિત થનાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના આવાસો, દુકાનો, ફાયર સ્ટેશન તથા ફાયર સ્ટાફ ક્વાટર્સ, ખાડીબ્રિજ, સ્ટોર્મ ડ્રેનેજ લાઈન અને વરસાદી ગટરલાઈન નાંખવા સહિતના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરાયું છે. સુરત શહેરી વિકાસ સત્તામંડના EWS-II કક્ષાના 812 આવાસોના કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો અને નગરપાલિકા વિસ્તાર, સુરત જિલ્લાના અંદાજિત રૂ.19.37 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ/ખાતમુહૂર્તની તકતીઓની ઓનલાઈન અનાવરણ વિધિ કરાઈ હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રગતિ સુરતનો સ્વભાવ છે અને સ્વભાવ પ્રમાણે લોકો ને સુવિધા આપી રહી છે.ગુજરાત સરકારે પ્રધાનમંત્રી આવાસ આપી લોકો ને સુખાકારી આપી છે.છેવાડા માનવી સુધી સુવિધા આપવામાં આવી છે.સુરતમાં 115 જેટલા બ્રિજ બન્યા છે.સુરત નો વિકાસ ક્યારેય અટકવાનો નથી.સાથોસાથ ગુજરાત એ સુશાસન નો પર્યાય બન્યું છે.
વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment