અમદાવાદ કોર્પોરેશને વધુ 4 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂક્યા છે. જેમાં ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ અને સોલાના 2 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવાનો નિર્ણય કરાયો છે.
ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. તેમાં અમદાવાદ કોરોનાનું હોટ સ્પોટ બની રહ્યું છે. જેમાં અમદાવાદમાં રવિવારે પણ કોરોનાના નવા 396 કેસ નોંધાયા છે. જેના પગલે અમદાવાદ કોર્પોરેશને વધુ 4 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂક્યા છે. જેમાં ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ અને સોલાના 2 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવાનો નિર્ણય કરાયો છે.
રવિવારે 32 ઘરોના 129 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા
તેમજ પશ્ચિમ ઝોન આંબાવાડીના એક વિસ્તારને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયો છે.. મધ્ય ઝોનના શાહીબાગના એક વિસ્તારને પણ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયો છે. રવિવારે 32 ઘરોના 129 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા. આ સાથે શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 44 થઈ ગઈ છે.
સપ્તાહમાં કોરોનાનો કેસમાં ભયજનક રીતે વધ્યા
આ દરમ્યાન રાજ્યના સૌથી વધારે કેસ અમદાવાદ(Ahmedabad) શહેરમાં નોંધાઈ રહ્યા છે. તેમજ છેલ્લા સપ્તાહમાં કોરોનાનો કેસમાં ભયજનક રીતે વધી રહ્યા છે. ત્યારે ત્યારે આગામી 30 દિવસમાં અમદાવાદની સ્થિતિ ચિંતાજનક બની શકે છે.અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના(AHNA)પ્રમુખ ડોક્ટર ભરત ગઢવીએ(Bharat Gadhvi)સતત વધતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરીને આ ચેતવણી આપી છે.
સામાજિક અને રાજકીય મેળાવડા ટાળવા જોઇએ
અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસમાં કેસો ડબલ થઈ રહ્યા છે. તેમજ લોકોનું હોસ્પિટલાઇઝેશન પણ વધ્યું છે. તેથી આગામી 30 દિવસ શહેર માટે ખૂબ જ મહત્વના છે. આ દિવસોમાં સાચવવામાં નહિ આવે તો કોરોનાના કેસ વધવાની શક્યતા છે. તેથી લોકોએ બને ત્યાં સુધી સામાજિક પ્રસંગો જેવા કે લગ્ન અને ફકશનોમાં જવાનું ટાળવું જોઇએ. તેમજ તેની સાથે સાથે રાજકીય મેળાવડા પણ ટાળવા જોઇએ.
0 Comments:
Post a Comment