Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Monday, 3 January 2022

આજથી ગુજરાતમાં 15 થી 18 વર્ષના બાળકોના વેક્સિનેશનનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ, જાણો રસીકરણ માટેની આ મહત્વની સૂચનાઓ

 


સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગરની એક હાઈસ્કૂલમાં પહોંચીને 15 થી 18 વર્ષના બાળકો ને કોરોના સામે સુરક્ષા કવચ રૂપી વેક્સીનેશન ડ્રાઇવની રાજ્યમાં શરૂઆત થવાની કામગીરીનું નિરીક્ષણ કરશે.


CM ગાંધીનગરના કોબાથી કરાવશે રસીકરણનો પ્રારંભ

Vaccination for 15-18 years old: રાજ્યમાં આજથી 15થી 18 વયના કિશોરોના રસીકરણનો (Corona Vaccination) પ્રારંભ થઇ ગયો છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ગાંધીનગરના (Gandhinagar) કોબામાંથી બાળકોના રસીકરણ મહાભિયાનનો શુભારંભ કરાવ્યો. ગાંધીનગર નજીક કોબાની જી ડી કોબાવાલા હાઈસ્કૂલથી રસીકરણનો આરંભ કરાવ્યો. મુખ્યપ્રધાન થોડીવારમાં સ્કૂલમાં પહોંચી 15થી 18 વર્ષના બાળકોને કોરોના સામે સુરક્ષા કવચ રૂપી વેક્સિનેશન ડ્રાઈવની રાજ્યમાં શરૂઆત થવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું.

મહત્વનું છે કે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ 93 જેટલી શાળાઓમાં અંદાજે 20 હજાર બાળકોને આ રસીકરણમાં આવરી લેવા આરોગ્ય કર્મીઓની 50 ટીમ કાર્યરત રહેવાની છે. અભિયાનમાં પ્રથમ દિવસે જ ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની 13 શાળાઓના પાંચ હજાર બાળકોને વેક્સિન ડોઝ આપવાનું મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગનું આયોજન છે.

રાજ્યમાં 3થી 9 જાન્યુઆરી સુધી ખાસ મેગા ડ્રાઈવના ભાગરૂપે 15-18 વર્ષના બાળકો અને યુવાનોને કોવિડ-19ને કોરોના વેક્સિન અપાશે. રાજ્યમાં કુલ આશરે 35 લાખ બાળકોને રસી આપવામાં આવશે. આ અભિયાન અંતર્ગત અમદાવાદના જ અઢી લાખ જેટલા બાળકોને વેક્સિન આપવામાં આવશે.

રસીકરણ માટેની મહત્વની સૂચના

  • રસી લેવા આવતા બાળકોએ નાસ્તો કરીને કે જમીને આવવું
  • વિદ્યાર્થીઓએ આધારકાર્ડ પણ સાથે રાખવું
  • સ્કૂલમાં રસીકરણનો સમય સવારે 9થી 4 વાગ્યાનો
  • વિદ્યાર્થીઓએ શક્ય હોય તો વાલીઓ સાથે આવવું
  • એલર્જી કે બીમારી હોય તો આરોગ્ય ટીમને જાણ કરવી

વધુ વિગતો માટે:  અહીં ક્લિક કરો

Share:

Related Posts:

0 Comments:

Post a Comment

Ads