સોનુ સૂદની દિલ્હીમાં કેજરીવાલ સાથેની મુલાકાત બાદથી તે રાજકારણમાં પ્રવેશ કરશે, તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. આ સાથે જ ફરી એકવાર આ ચર્ચાએ જોર પકડ્યું છે. વાસ્તવમાં સોનુ સૂદે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, તેની બહેન માલવિકા અને તેનો પરિવાર આગામી થોડા દિવસોમાં ચૂંટણી રણનીતિ સાથે પાર્ટીની જાહેરાત કરશે.
સોનુ સૂદ આગામી 10 દિવસમાં પોતાની પાર્ટીની જાહેરાત કરશે, તેની બહેન માલવિકાએ પંજાબ વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.
સોનુ સૂદે પાર્ટી અંગે હજૂ સુધી કોઇ જાહેરાત કરી નથી
સનુ સૂદે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સોનુ સૂદે જણાવ્યું હતું કે, તે મોગા (સોનુ સૂદનું જન્મસ્થળ) માટે કામ કરી રહ્યો છે અને કરતો રહેશે. સોનુએ હજૂ સુધી જાહેરાત કરીનથી કે તે પોતાની પાર્ટી બનાવશે કે, તેની બહેન કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે. કોરોના સમયગાળા દરમિયાન લોકોએ તેમનામાં એક એવા નેતાની છબી જોઈ છે, જેલોકો માટે કામ કરે છે.
સારા લોકોને મત આપો, તો પાર્ટી સારા લોકોને ટીકિટ આપશે સોનુ સૂદે લોકોને અપીલ પણ કરી કે, સારા લોકોને મત આપો, જેથી દરેક પાર્ટી સારા લોકોને ટિકિટ આપે, તો જ દેશમાં પરિવર્તન આવશે. સોનુ સૂદ 4 જાન્યુઆરીએજરૂરિયાતમંદ છોકરીઓ અને આશા વર્કરોને 1000 સાયકલનું વિતરણ પણ કરશે. તેઓ કહે છે કે, જ્યારે તેઓ છોકરીઓને પગપાળા ભણવા જતા જુએ છે, ત્યારે તેમનેખરાબ લાગે છે. ગયા મહિને સોનુ સૂદે પંજાબના વર્તમાન મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની સાથે મુલાકાત કરી હતી.
સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા એક યુઝરે લખ્યું કે, સોનુ રાજકીય પક્ષમાં નહીં જોડાય, પરંતુ અપક્ષ તરીકે લડીને સીધો વડાપ્રધાન બનશે. SonuSood છે કંઈ પણ કરી શકે છે. તેમના કારણે જઆજે આપણે જીવિત છીએ નહીંતર Covid આપણને બીજી દુનિયામાં લઈ ગયો હોત.
0 Comments:
Post a Comment