તમારી જીવનશૈલી અને ખાવા-પીવાની આદત સેક્સ્યુઅલ હેલ્થને પ્રભાવિત કરે છે. પરિણીત પુરુષો માટે જરૂરી છે કે તેઓ કેટલીક વસ્તુઓ પોતાની ડાયટમાં ફરજીયાત સામેલ કરે. આ ટેસ્ટોસ્ટેરોન હોર્મોનને બૂસ્ટ કરે છે અને આ ચીજ વસ્તુઓનું સેવન પુરૂષોમાં રહેલી સહનશક્તિને વધારે છે.
- પરિણીત પુરૂષોએ પોતાના ડાયટમાં આ વસ્તુઓ સામેલ કરવી જોઈએ
- આ પાંચ વસ્તુઓનું સેવન કરવાથી જાતિય સમસ્યા થશે દૂર
- પ્રોટીનયુક્ત ચીજ વસ્તુઓ ખાવાથી પુરુષોને ખૂબ ફાયદો થશે
નિષ્ણાંતો મુજબ, પ્રોટીનયુક્ત ચીજ વસ્તુઓ ખાવાથી તમને ખૂબ ફાયદો થશે. જેનાથી એનર્જી લેવલ જળવાઈ રહે છે. આ સિવાય વિટામીન બી, વિટામિન ઈ અને જિન્કથી ભરેલી ચીજ વસ્તુઓનું સેવન કરો.
કેળા
કેળામાં પોટેશિયમ અને વિટામિન બી6ની ભરપૂર માત્રા હોય છે. નિયમિત રીતે કેળાનું સેવન પુરૂષોમાં સેક્સ્યુઅલ પ્રોબ્લમને દૂર કરે છે.
પાલક
પાલકનું સેવન પણ તમારા માટે ફાયદાકારક રહેશે. લીલા પાંદડામાં ભરપૂર માત્રામાં આયરન હોય છે. જેનાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે.
લસણ
લસણમાં વિટામીન-સી, વિટામિન-બી 6, ફોસ્ફરસ, મેંગેનીઝ, જિન્ક, કેલ્શિયમ અને આયરનની માત્રા હોય છે. આ બધા તત્વ આરોગ્ય માટે લાભકારક માનવામાં આવે છે. લસણના સેવનથી બ્લડ સર્ક્યુલેશન વધે છે. આ ટેસ્ટોસ્ટેરોન હોર્મોનને પણ બૂસ્ટ કરવામાં મદદરૂપ થાય છે.
કિશમિશનું સેવન પણ પરણિત પુરૂષો માટે ખૂબ જ લાભદાયી છે. આ ટેસ્ટોસ્ટેરોન હોર્મોનને બૂસ્ટ કરે છે અને પુરૂષોમાં જાતિય સમસ્યાને દૂર કરે છે. મધ અને કિશમિશનું સેવન કરવાથી તમને અચૂક ફાયદો મળશે.
છુહારા
છુહારાનું સેવન પુરૂષોમાં સ્ટેમિનાને વધારે છે. છુહારામાં એમિનો એસિડ હોય છે અને તેનુ સેવન જાતિય આરોગ્ય માટે લાભકારી માનવામાં આવે છે.
0 Comments:
Post a Comment