સમગ્ર દેશમાં આર્થિક પ્રવૃતિઓમાં સુધારની વચ્ચે ડિસેમ્બરમાં વીજળીનો વપરાશ સ્થિર રીતે વધ્યો હતો.
દેશમાં વિજળીનો વપરાશ (Electricity Consumption) ગયા મહીને એટલે કે, ડિસેમ્બર, 2021માં એક વર્ષ પહેલાની સમાન અવધિની તુલનામાં 4.5 ટકા વધીને 110.34 બિલિયન યુનિટ પર પહોંચી ગયો છે. ઉર્જા મંત્રાલયના (Ministry of Energy) આંકડા પરથી આ માહિતી મળી છે. ગયા વર્ષે, આ જ સમયગાળામાં એટલે કે ડિસેમ્બર, 2020 માં, વીજળીનો વપરાશ 101.08 અરબ યુનિટ રહ્યો હતો.
નિષ્ણાતો માને છે કે દેશભરમાં આર્થિક ગતિવિધિઓમાં (economic activity) સુધાર વચ્ચે ડિસેમ્બરમાં વીજળીનો વપરાશ વધ્યો છે. જોકે, તેમણે દેશમાં કોવિડ-19ના નવા સ્વરૂપ ઓમિક્રોનના (Omicron) વધતા જતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ઘણા રાજ્યો દ્વારા લોકડાઉન (lockdown) પ્રતિબંધો લાદવાને કારણે વીજળીની વ્યાપારી અને ઔદ્યોગિક માગ પ્રભાવિત થઈ શકે છે.
183.39 ગીગાવોટ મહત્તમ વપરાશ
આ દરમિયાન ડીસેમ્બર, 2021 માં વ્યસ્ત સમયની વીજળીની માગ પુરી કરવામાં આવી એટલે કે, એક દિવસમાં વીજળીનો મહત્તમ પુરવઠો વધીને 183.39 ગીગાવોટ પર પહોચ્યો. જે ડિસેમ્બર, 2020માં 182.78 ગીગાવોટ અને ડિસેમ્બર, 2019માં 170.49 ગીગાવોટ રહ્યો હતો.
નવેમ્બર અને ઓક્ટોબરમાં વીજળીનો વપરાશ
નવેમ્બરમાં વીજળીનો વપરાશ 2.6 ટકા વધીને 99.37 અરબ યુનિટ થયો હતો. નવેમ્બર 2020માં તે 96.88 અરબ યુનિટ અને નવેમ્બર 2019માં 109.17 અરબ યુનિટ નોંધાયો હતો. ઓક્ટોબર 2021માં દેશમાં વીજળીનો વપરાશ 3.3 ટકા વધીને 112.79 અરબ યુનિટ થયો હતો. તે જ સમયે, ઓક્ટોબર 2020 માં, તે 109.17 અરબ યુનિટ રહ્યો હતો.
વીજળીના વપરાશમાં ઘટાડો થયો હતો
આ વર્ષે એપ્રિલમાં કોવિડ -19 ની બીજી લહેર પછી, ઘણા રાજ્યોએ સંક્રમણને અટકાવવા માટે લોકડાઉનનો નિર્ણય લીધો હતો. જેના કારણે વાણિજ્યિક અને ઔદ્યોગિક વીજળીની માગમાં ઘટાડો થયો હતો. કોવિડ સંક્રમણમાં ઘટાડો થયા બાદ આ નિયંત્રણો ધીમે ધીમે દૂર કરવામાં આવ્યા હતા. આ વર્ષે મે મહિનામાં વીજળીનો વપરાશ વાર્ષિક ધોરણે 6.6 ટકા વધીને 108.80 યુનિટ થયો હતો. મે, 2020માં આ 102.08 અરબ યુનિટ હતું. જૂન 2020માં આ 105.08 અબજ યુનિટ હતું.
ગ્રીન ટેરિફ પર કામ
ભારત હવે વીજળી વિતરણ માટે ‘ગ્રીન ટેરિફ’ પર કામ કરી રહ્યું છે. આ હેઠળ પાવર કંપનીઓ સ્વચ્છ ઉર્જા પ્રોજેક્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલી વીજળી કોલસા અથવા અન્ય પરંપરાગત ઇંધણમાંથી ઉત્પન્ન થતી વીજળીની તુલનામાં સસ્તી હશે. તેમણે કહ્યું કે તેનાથી ભારતમાં સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ કરવાની વિશ્વસનીયતાને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે. તેને વિશ્વના સૌથી મોટા સ્વચ્છ ઉર્જા કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે.
0 Comments:
Post a Comment