આરોગ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, તેના લક્ષણોમાં વારંવાર પેશાબ થવો, વધુ પડતી તરસ લાગવી, વજન ઘટવું, હાથ-પગમાં નિષ્ક્રિયતા આવવી અથવા ઝણઝણાટી થવી અને ખૂબ જ થાક લાગવો વગેરે સામેલ હોઈ શકે છે.
ડાયાબિટીસ એ વિશ્વભરમાં ઝડપથી વધી રહેલી ગંભીર આરોગ્ય સમસ્યાઓમાંની એક છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો તેને ખૂબ જ ખતરનાક રોગોની શ્રેણીમાં રાખે છે કારણકે તે અન્ય ઘણી બીમારીઓનું જોખમ વધારે છે. સામાન્ય રીતે, જીવનશૈલી અને આહારમાં અનિયમિતતાને ડાયાબિટીસનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આ સિવાય જે લોકોના પરિવારમાં આ રોગ પહેલાથી જ છે તેમને પણ વધુ જોખમ જોવા મળે છે.
આરોગ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, તેના લક્ષણોમાં વારંવાર પેશાબ થવો, વધુ પડતી તરસ લાગવી, વજન ઘટવું, હાથ-પગમાં નિષ્ક્રિયતા આવવી અથવા ઝણઝણાટી થવી અને ખૂબ જ થાક લાગવો વગેરે સામેલ હોઈ શકે છે. દરમિયાન, સંશોધકોએ ડાયાબિટીસના કેટલાક લક્ષણો વિશે પણ જણાવ્યું છે જે હાથ અને આંગળીઓ પર દેખાય છે, તેને ડાયાબિટીક ન્યૂરોપથી કહેવામાં આવે છે. નિષ્ણાંતોના મતે તમામ લોકોએ આ લક્ષણોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ડાયાબિટીક ન્યૂરોપથી શું છે
આરોગ્ય નિષ્ણાંતોના મતે, ડાયાબિટીક ન્યૂરોપથી ચેતા નુકસાનનું એક સ્વરૂપ છે જે સામાન્ય રીતે પગ અને આંગળીઓને અસર કરે છે. મેયો ક્લિનિકના અહેવાલ મુજબ, તે લગભગ 50 ટકા ડાયાબિટીસના દર્દીઓમાં જોવા મળે છે. ડાયાબિટીક ન્યૂરોપથીના ગંભીર લક્ષણોને મોનોન્યૂરોપથી કહેવામાં આવે છે. મોનોન્યૂરોપથી હાથમાં કળતર અને નિષ્ક્રિયતાનું કારણ બની શકે છે. આ સિવાય તે હાથની આંગળીઓને પણ અસર કરી શકે છે.
મોનોન્યૂરોપથીનાં લક્ષણો જાણો
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, આ સ્થિતિમાં હાથ સુન્ન થવા સિવાય અન્ય ઘણા લક્ષણો પણ જોવા મળે છે જેની લોકોને ખાસ કાળજી લેવાની જરૂર છે.
- હાથમાં નબળાઈ
- ચહેરાની એક બાજુ પર લકવો
- આંખ પાછળ દુઃખાવો
- ડબલ દ્રષ્ટિ
- ફોકસ સમસ્યા
ડાયાબિટીસના લક્ષણો વિશે જાગૃત રહો
ઈંગ્લેન્ડમાં નેશનલ હેલ્થ સર્વિસના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, ડાયાબિટીસ ધરાવતા તમામ લોકોએ ખૂબ કાળજી રાખવાની જરૂર છે. જે લોકો પહેલાથી જ તેનું ઉંચુ જોખમ ધરાવે છે તેઓએ ડાયાબિટીસના તમામ લક્ષણો વિશે સાવચેત રહેવું જોઈએ. જો તમે વજનમાં ઘટાડો, ભૂખમાં વધારો અને તરસ, ઈજાના ઘા જે સરળતાથી રૂઝાય નહીં, અસ્પષ્ટ દ્રષ્ટિ, ગુપ્તાંગની આસપાસ ખંજવાળ, અતિશય થાક અથવા રાત્રે વારંવાર પેશાબ જેવી સમસ્યાઓ અનુભવી રહ્યા હોવ તો આ વિશે તમારા ડૉક્ટરની સલાહ લો.
ડાયાબિટીસને કંટ્રોલ કેવી રીતે કરવો?
આરોગ્ય નિષ્ણાંતોના મતે, તમામ લોકોએ તેમના જોખમી પરિબળોને સમજીને ડાયાબિટીસને રોકવા માટે પગલાં લેવાનું ચાલુ રાખવું જોઈએ. આ માટે હેલ્ધી ડાયટના સેવનની સાથે શરીરની ગતિવિધિઓ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. ધુમ્રપાન અને આલ્કોહોલ જેવી આદતો જટિલતાઓને વધારી શકે છે, તેને દૂર રાખવી જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ હંમેશા ઓછી ગ્લાયસેમિક ઈન્ડેક્સવાળી વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
- વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment