Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Wednesday, 5 January 2022

અમદાવાદમાં વધતા કોરોના કેસના કારણે ઓફલાઇન શિક્ષણની અપીલ

 


અમદાવાદની કેટલીક શાળાઓએ કોરોનાના કેસોમાં વધારો થવાને કારણે ઓફલાઇન શિક્ષણ બંધ કરી દીધું છે. ચાલો જાણીએ.

અમદાવાદ શહેરમાં કોરોનાનું (Corona in school) સંક્રમણ વધતા કેટલીક સ્કૂલોએ ઓફલાઇન શિક્ષણ (Offline teaching) બંધ કરી દીધું છે. કોરોનાના કેસોમા વધારો થતા કેટલીક સ્કુલોમાં ફરીથી ઓનલાઈન શિક્ષણ (Online education) શરુ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે શહેરમાં અનેક સ્કૂલો એવી છે કે જેણે ઓફલાઇન અભ્યાસ બંધ કરવાનો પરિપત્ર જાહેર કર્યો છે. ત્યારે વાલીઓને પોતાના બાળકોને શાળાએ ન મોકલવા જાણ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે અગાઉ પુખ્ત વયના લોકોમાં કોરોના વધુ હતો. તો હવે બાળકો એની ચપેટમાં આવી રહ્યા છે. એક તરફ 3 જાન્યુઆરીથી બાળકોની વેક્સિનની શરૂઆત થઇ ગઈ છે. જેમાં 15-18 વર્ષના બાળકોને વેક્સિન આપવામાં આવી રહી છે. પરંતુ આ પહેલા અનેક બાળકો કોરોના સંક્રમિત થયા છે. અને હજુ વધુ બાળકોને કોરોના થઇ રહ્યો છે. આવા સમયમાં સરકાર તરફથી તો શાળા બંધ કરવાની કોઈ જાહેરાત નથી. પરંતુ શાળા સંચાલકો હવે સ્વેચ્છાએ શાળા બંધ કરી રહ્યા છે.

વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો

Share:

Related Posts:

0 Comments:

Post a Comment

Ads