જીવનશૌલી સાથે જોડાયેલી તમારી ખરાબ આદતો કાર્ડિયોવરસ્કુલર સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. ઠંડીમાં હાર્ટ એટેકનો ખતરો ગરમીના મુકાબલે બેઘણો વધી જાય છે.
- શિયાળામાં વધી જાય છે એટેકનો ખતરો
- હાર્ટના દર્દીઓને આ ઋતુમાં પોતાનું ધ્યાન રાખવું
- ઉનાળાના મુકાબલે બેઘણો વધી જાય છે ખતરો
શિયાળાની ઋતુમાં હાર્ટ એટેક આવવાનો ખતરો ઉનાળાના મુકાબલે બેઘણો વધી જાય છે. એક રિસર્ચ અનુસાર, ફ્લૂ થવાથી એક અઠવાડિયાની અંદર હાર્ટ એટેકનું જોખમ 6 ગણું વધી શકે છે. માટે હાર્ટના દર્દીઓને આ ઋતુમાં પોતાનું ધ્યાન રાખવું જોઈએ.
કાર્ડિયોવસ્કુલર સિસ્ટમને નુકસાન
એક્સપર્ટ્સ અનુસાર, જીવનશૈલી સાથે જોડાયેલી તમારી ખરાબ આદતો કાર્ડિયોવસ્કુલર સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. શિયાળામાં એટેકની સંભાવના વધારે હોય છે. એક સ્ટડીમાં સંશોધકોએ જોયુ કે શિયાળાની ઋતુમાં ફ્લુ થવા પર આપણું હાર્ટ તણાવમાં આવી જાય છે. માટે હાર્ટ એટેકની સ્થિતિ ઉભી થાય છે.
હાર્ટ એટેકનું જોખમ
ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત એક શોધમાં શ્વસન સંક્રમણ, ખાસકરીને ઈન્ફ્લુએન્ઝા અને હાર્ટ એટેકની વચ્ચે એક મહત્વપૂર્ણ સંબંધ જણાવ્યો છે. એક રિપોર્ટ અનુસાર ફ્લૂ થવાના એક અઠવાડિયાની અંદર હાર્ટ એટેકનું જોખમ છ ઘણુ વધી શકે છે. ઈંફ્લુએન્ઝા હાર્ટ અને વસ્કુલર સિસ્ટમ પર સ્ટ્રેસ નાખે છે.
હાર્ટ એટેકના કેસ મોટાભાગે શિયાળામાં જોવા મળે છે. આ સ્થિતિ સૌથી વધારે એ લોકોની સાથે બને છે. જેમની નશો પહેલાથી જ સંકોચિત છે. હાર્ટ એટેક આવવાની સંભાવના સૌથી વધારે સવારના સમયે હોય છે. જ્યારે તાપમાન સૌથી ઓછું હોય છે.
બદલી નાખો આ આદતો
સંશોધકોએ જણાવ્યા અનુસાર, શરીરમાં કોઈ પણ સંક્રમણની સ્થિતિમાં હાર્ટને બ્લડ પંપ કરવાની જરૂર વધી જાય છે. માટે હાર્ટ પર વધુ પ્રેશર પડે છે. આ ઉપરાંત ગંભીર ઈન્ફ્લુએન્ઝાના કારણે શરીરમાં ઓછા ઓક્સીજનનું સ્તર અનિયમિત હાર્ટબીટને ટ્રિગર કરી શકે છે. બ્લડ પ્રેશરમાં કમીના કારણે માયોકાર્ડિયલ ઈસ્કિમિયા થઈ શકે છે.
ફિઝિકલ એક્ટિવિટીમાં કમી, માનસિક દબાણ, ભોજનનો ખતરો વગેરે અને સિઝનમાં થતા ઈન્ફેક્શનના કારણે પણ હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે.
0 Comments:
Post a Comment