Indian Army:- ભારતીય સેનાએ તેના પંજાબ રેજિમેન્ટલ સેન્ટર, રામગઢ કેન્ટ (ઝારખંડ) માં વિવિધ ગ્રુપ સી પોસ્ટ્સ માટે ભરતી અરજીઓ આમંત્રિત કરી છે. આ માટે 10 અને 12 પાસ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ સંબંધમાં સત્તાવાર વેબસાઇટ indianarmy.nic.in પર એક ભરતી સૂચના જાહેર કરવામાં આવી છે, જેમાં ઉમેદવારો તમામ જરૂરી માહિતી જોયા પછી અરજી કરી શકે છે. 08 જાન્યુઆરી 2022 સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે
આ જગ્યાઓ પર થવાની છે ભરતી
સુથાર – 1 પોસ્ટ
કૂક – 6 પોસ્ટ્સ
વોશરમેન – 1 પોસ્ટ
દરજી – 1 પોસ્ટ
ઉમેદવારોને પોસ્ટ પ્રમાણે અલગ અલગ પગાર મળશે. કાર્પેન્ટર પોસ્ટ માટે પગાર રૂ. 19,900 થી રૂ. 63,200 પ્રતિ મહિને જ્યારે અન્ય પોસ્ટ માટે પગાર રૂ. 18,000 થી 56,900 સુધીનો હશે. સૂચના અનુસાર, ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 અથવા સમકક્ષ પાસ કરેલ હોવું જોઈએ. આ પોસ્ટ માટે વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. જો કે, અનામત વર્ગના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટની જોગવાઈ પણ છે.
ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી અને પ્રેક્ટિકલ/ટ્રેડ ટેસ્ટના આધારે કરવામાં આવશે. બધા પાત્ર ઉમેદવારો પંજાબ રેજિમેન્ટલ સેન્ટર ગ્રુપ C ભરતી 2021 માટે ભરેલું અરજીપત્રક અને જરૂરી દસ્તાવેજો કમાન્ડન્ટ, પંજાબ રેજિમેન્ટલ સેન્ટર, રામગઢ કેન્ટ, પિન કોડ – 829130 (ઝારખંડ)ને નિયત સમયની અંદર રજીસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલી શકે છે.
ESICમાં ઇન્શ્યોરન્સ મેડિકલ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી
કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા ઇન્શ્યોરન્સ મેડિકલ ઓફિસરની જગ્યાઓ પર ભરતી માટે બમ્પર વેકેન્સી બહાર પાડવામાં આવી છે. આ ખાલી જગ્યા અનુસાર કુલ 1120 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ ESICની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે.
કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ આવે છે. જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ, અરજીની પ્રક્રિયા 31 ડિસેમ્બર, 2021થી શરૂ થશે. આ પદો માટે અરજી કરવા માટે ઉમેદવારોને 31 જાન્યુઆરી 2022 સુધીનો સમય આપવામાં આવશે. અરજી પ્રક્રિયા શરૂ થયા બાદ આ પોસ્ટ્સ માટે ઓનલાઈન અરજી કરી શકાશે. વધુ વિગતો માટે તમે સત્તાવાર સૂચના જોઈ શકો છો.
* વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment