લોકોમાં ગેજેટનો ઉપયોગ વધારવા જેવી આદતો આંખો માટે ઘણી સમસ્યાઓને જન્મ આપી શકે છે. આ જ કારણ છે કે, લોકોની ઓછી દ્રષ્ટિ, આંખમાં દુઃખાવો અને નાની ઉંમરમાં ચશ્મા પહેરવાની જરૂરિયાત વધી છે. હેલ્થ એક્સપર્ટના મતે આપણી જીવનશૈલીની કેટલીક આદતો આંખોને નુકસાન પહોંચાડી શકે છે, જેમાંથી તમામ લોકોએ સાવધાન રહેવું જોઈએ.
આહાર પ્રત્યે ન રહો બેદરકાર
આરોગ્ય નિષ્ણાતોના મતે આહારની આંખો પર નોંધપાત્ર અસર પડે છે, આંખની સારી તંદુરસ્તી જાળવવા વ્યક્તિએ તે વસ્તુઓનું વધુ સેવન કરવું જોઈએ જેથી કરીનેતેને પૂરતું પોષણ મળી શકે. સારી દૃષ્ટિ જાળવવા માટે વિટામિન સી, ઝીંક, લ્યુટીન, ઓમેગા 3, ફેટી એસિડ્સ અને ઝેક્સાન્થિનથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવોફાયદાકારક હોય શકે છે.
આંખો ચોળવી નુકસાનકારક ઘણીવાર આંખોમાં ખંજવાળ આવવાને કારણે આપણે તેને એટલી હદે ચોળીએ છીએ કે બધું જ સામે ઝાંખુ દેખાવા લાગે છે. આંખોને ચોળવાની ઇચ્છા બળતરા અથવાખંજવાળને કારણે થઈ શકે છે, જો કે આરોગ્ય નિષ્ણાતો નિર્દેશ કરે છે કે, આમ કરવાથી આંખની ચામડીની સપાટીની નીચેની રક્તવાહિનીઓને નુકસાન થાય છે, જેનાથીઆંખોને નુકસાન થાય છે.
આંખોને પૂરતો આરામ ન આપવો સ્ક્રીન ટાઈમમાં વધારો થવાને કારણે આંખોને નુકસાન થઈ શકે છે. સ્ક્રીન ટાઈમ અને અસ્વસ્થ જીવનશૈલીને કારણે લોકોની ઊંઘ પર પણ અસર પડી છે, જેના કારણેઆંખોને પૂરતો આરામ નથી મળતો.
આરામનો અભાવ આંખોને શુષ્કતા, ખંજવાળ, બર્નિંગ, અસ્પષ્ટતા અને લાલાશનો શિકાર બનાવી શકે છે. લાંબા ગાળે તે આંખોનીરોશની પર પણ અસર કરી શકે છે.
* વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment