પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશના પ્રવાસે છે. પીએમ મોદીએ હિમાચલમાં 11 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો.
મંડી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે હિમાચલ પ્રદેશના પ્રવાસે છે. પીએમ મોદીએ હિમાચલમાં 11 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ મંડીમાં એક જનસભા પણ સંબોધી. પીએમ મોદીએ કહ્યું કે હિમાચલ પ્રદેશથી મારો હંમેશા એક ભાવનાત્મક સંબંધ રહ્યો છે. હિમાચલ પ્રદેશ છેલ્લા ચાર દાયકામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં હિમાચલ પ્રદેશને પહેલી એમ્સ મળી. હમીરપુર, મંડી, ચંબા અને સિરમૌરમાં ચાર નવી મેડિકલ કોલેજ સ્વીકૃત કરાઈ છે. અહીં થોડીવાર પહેલા જ 11,000 કરોડ રૂપિયાના ખર્ચે થનારા ચાર મોટા હાઈડ્રો ઈલેક્ટ્રોનિક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કે લોકાર્પણ પણ કરાયું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતે 2016માં એ લક્ષ્ય રાખ્યું હતું કે તે વર્ષ 2020 સુધીમાં પોતાની Installed Electricity Capacity ના 40 ટકા Non-Fossil Energy Sources થી પૂરું કરશે. આજે દરેક ભારતીયને ગર્વ થશે કે ભારતે પોતાનો આ લક્ષ્યાંક આ વર્ષે નવેમ્બરમાં જ મેળવી લીધો છે. તેમણે કહ્યું કે ભારતને આજે ફાર્મસી ઓફ ધ વર્લ્ડ કહેવાય છે. તેની પાછળ હિમાચલ પ્રદેશ ખુબ મોટી તાકાત છે. કોરોના વાયરસ વૈશ્વિક મહામારી દરમિયાન હિમાચલ પ્રદેશે માત્ર બીજા રાજ્યો જ નહીં પરંતુ અન્ય દેશોને પણ મદદ કરી.
પીએમ મોદીએ કહ્યું કે હિમાચલ પ્રદેશે પોતાની પૂરી વયસ્ક જનસંખ્યાને રસી આપવામાં અન્ય કરતા બાજી મારી લીધી. અહીં જે સરકારમાં છે તેઓ રાજનીતિક સ્વાર્થમાં ડૂબેલા નથી પરંતુ તેમણે પોતાનું સમગ્ર ધ્યાન હિમાચલ પ્રદેશના એક એક નાગરિકને રસી કેવી રીતે મળે તેમાં રાખ્યું છે. તેમણે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે દીકરીઓના લગ્નની ઉંમર પણ એ જ હોવી જોઈએ જે ઉંમરમાં પુત્રોને લગ્નની મંજૂરી મળે છે. દીકરીઓની લગ્નની ઉંમર 21 વર્ષ થવાથી તેમને અભ્યાસ માટે પૂરો સમય પણ મળશે અને તેઓ પોતાની કરિયર પણ બનાવી શકશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે દરેક દેશમાં અલગ અલગ વિચારધારાઓ હોય છે. પરંતુ આજે આપણા દેશમાં લોકો સ્પષ્ટ રીતે બે વિચારધારાઓ જોઈ રહ્યા છે. એક વિચારધારા વિલંબની છે અને બીજી વિકાસની. વિલંબની વિચારધારાઓએ પહાડ પર રહેનારા લોકોની ક્યારેય પરવા કરી નહીં. આજે દેશમાં સરકાર ચલાવવા માટે બે અલગ અલગ મોડલ કામ કરી રહ્યા છે. એક મોડલ છે- બધાનો સાથ, બધાનો વિકાસ, બધાનો વિશ્વાસ અને બધાનો પ્રયાસ. જ્યારે બીજુ મોડલ છે- પોતાનો સ્વાર્થ, પરિવારનો સ્વાર્થ અને વિકાસ પણ પોતાના પરિવારનો છે.
તેમણે કહ્યું કે હિમાચલમાં સરકારે લોકોના વિકાસ માટે અનેક યોજનાઓ લાગૂ કરી છે અને કેન્દ્ર સરકારની યોજનાઓનો પણ સારી રીતે વિસ્તાર કરી રહી છે. જે દર્શાવે છે કે હિમાચલ સરકારને લોકોની, ગરીબોની કેટલી ચિંતા છે. અમારી સરકાર પૂરી સંવેદનશીલતા સાથે, સતર્કતા સાથે, તમારી દરેક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે. હવે સરકારે નક્કી કર્યું છે કે 15 થી 18 વર્ષ વચ્ચેના બાળકોને પણ 3 જાન્યુઆરી સોમવારથી રસી આપવી શરૂઆત થઈ જશે.
વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment