ઓમિક્રોન વેરિયન્ટ (Omicron variant) થી મોત નથી થઈ રહ્યા એ રાહતની વાત છે. પરંતુ અન્ય રાજ્યોની જેમ ગુજરાત (gujarat corona update) માં પણ કોરોના કેસ ઝડપથી વધે તો એ ચિંતાજનક સ્થિતિનું નિર્માણ કરી શકે છે. જો કે હવે આપણા માટે માત્ર ઓમિક્રોન વેરિયન્ટ જ ચિંતાનો વિષય નથી. ડેલ્ટા વેરિયન્ટ (delta variant) હજુ પણ આપણી વચ્ચે છે. આ પરિસ્થિતિમાં ડેલ્ટા અને ઓમીક્રોન બંને વેરિયન્ટની અસર કોઈ વ્યક્તિને થાય તો એ સમસ્યા નોતરી શકે છે. ડેલ્ટા અને ઓમિક્રોન બંને વેરિયન્ટ ભેગા થઈને આપણા માટે મુશ્કેલી સર્જી શકે છે. આવામા સૌથી મોટી ચિંતા બાળકોના માથા પર છે.

બાળકોની સંભાળવાની વાલીઓની જવાબદારી
રાજ્યમાં વધી રહેલા કોરોના કેસો મામલે અમદાવાદ મેડિકલ એસોસિએશન (IMA) ના પૂર્વ પ્રેસિડેન્ટ ડોકટર મોના દેસાઈએ કહ્યું કે, ઓમિક્રોન મામલે વિદેશથી જે પ્રકારે માહિતીઓ સામે આવી રહી છે એ મુજબ બાળકોમાં સંક્રમણનો દર સામાન્ય વધ્યો છે, જે ચિંતાજનક કહી શકાય. જો કે બે મહિના અગાઉ રાજ્ય સરકારે બાળકોમાં કોરોનાના કેસો વધે તો એ માટે જરૂરી તમામ તૈયારીઓ કરી લીધી છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલ કે જ્યાં બાળકોને સારવાર આપી શકાય એવી હોસ્પિટલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. આવામાં તમામ વાલીઓની જવાબદારી પણ વધી છે.
બાળકોની બીમારી અને કોરોનાના લક્ષણ એકજેવા
બાળકોમાં સંક્રમણના મામલે તેમણે કહ્યું કે, 18 વર્ષથી ઉપરના તમામ વયના વ્યક્તિઓને વેક્સીન અપાઈ હોવાથી કેટલાક કિસ્સામાં તેઓને કોરોના થાય તો લક્ષણો જોવા ન મળે એવું બને, પરંતુ આવા લોકો નાના બાળકોને કોરોના સંક્રમિત કરી શકે છે. કોરોનાના લક્ષણો અને બાળકોને થતી સામાન્ય બીમારીના લક્ષણો એકસરખા જ હોય છે. બાળકોને શરદી, ખાંસી, તાવ, ઉધરસ થાય એટલે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો હાલની પરિસ્થિતિમાં ખૂબ જ જરૂરી રહેશે.
બાળકોને સ્કૂલે ન મોકલો
બાળકોને સ્કૂલે મોકલવા બાબતે તેમણે કહ્યું કે, હાલ પાંચ વર્ષથી નીચેના બાળકોને શાળામાં વાલીઓ ન મોકલે એ ખૂબ જરૂરી છે. જો કોઈ સંક્રમિત બાળક સ્કૂલે જશે અને અન્ય બાળકોના સંપર્કમાં આવશે તો સંક્રમણ વધવાનો પણ ડર રહેશે. આ પરિસ્થિતિમાં સ્કૂલ અને વાલીઓ પોતે જવાબદારી સ્વીકારે અને કોઇ પણ લક્ષણ હોય તો બાળકને સ્કૂલ ન મોકલે એ હિતાવહ રહેશે.
* વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો
0 Comments:
Post a Comment