Featured Post

Humana Medicaid Benefits: Navigating Healthcare with Confidence

  Introduction In the complex landscape of healthcare, understanding and accessing the right benefits can be a daunting task. Humana Medicai...

Subscribe Us

Monday, 27 December 2021

1 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષ સુધીના બાળકોને કોરોના ની વેક્સિન આપવામાં આવશે

 


દેશમાં 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષ સુધીનાં બાળકોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. એના માટે 1 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. કોવિન પ્લેટફોર્મ ચીફ ડો. આર એસ શર્માએ જણાવ્યું હતું કે એના માટે કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરાવી શકાશે.

ડો. આર. એસ. શર્માએ જણાવ્યું હતું કે ધોરણ 10ના ID કાર્ડને પણ રજિસ્ટ્રેશન માટે આઈડેન્ટિટી પ્રૂફ માનવામાં આવશે. આવી વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી છે કે કેટલાક સ્ટુડન્ટ્સની પાસે આધાર કાર્ડ કે બીજું કોઈ ઓળખપત્ર નહિ હોય.

વેક્સિનના રજિસ્ટ્રેશનની પ્રોસેસ
1. સૌથી પહેલા કોવિન એપ પર જાઓ. પોતાનો મોબાઈલ નંબર નાખો. OTP આવશે એને નાખીને લોગ-ઈન કરો.
2. હવે આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, NPR સ્માર્ટ કાર્ડ, વોટર કાર્ડ, યુનિક ડિસએબિલિટી ID કે રેશન કાર્ડમાંથી એકને આઈડી પ્રૂફ તરીકે પસંદ કરો.
3. પોતે પસંદ કરેલા IDનો નંબર, નામ નાખો. એ પછી જેન્ડર અને ડેટ ઓફ બર્થ પસંદ કરો.
4. મેમ્બર એડ થયા પછી તમારા નજીકના એરિયાનો પિન કોર્ડ નાખો. વેક્સિનેશન સેન્ટરનું લિસ્ટ આવી જશે.
5. હવે વેક્સિનેશનની ડેટ, ટાઈમ અને વેક્સિનને સિલેક્ટ કરો. સેન્ટર પર જઈને વેક્સિનેશન કરાવો.
6. વેક્સિનેશન સેન્ટર પર તમારે રેફરન્સ ID અને સિક્રેટ કોડની માહિતી આપવી પડશે, જે તમને રજિસ્ટ્રેશન કરવા પર મળે છે.
7. આ રીતે તમે પોતાના લોગ-ઈનથી બીજા મેમ્બરને જોડીને તેમનું વેક્સિનેશન રજિસ્ટ્રેશન કરી શકો છે.

વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો
Share:

0 Comments:

Post a Comment

Ads